આપણા તરફથી થતું માનવતાનું નાનકડું કાર્ય કોઈના જીવનમાં બહુ મોટી ભૂમિકા ભજવતું હોય છે, આ વાતને સુરતની રાંદેર પોલીસે સાર્થક કરી છે ! રસ્તા પર આઈસ્ક્રીમ વેચનાર શ્રમજીવીની સાયકલને કોઈ વાહન ચાલકે અડફેટે લઈને તોડી નાખતા, તેની રોજીરોટીના એકમાત્ર સાધન તરીકે રાંદેર પોલીસે નવી સાયકલ અપાવીને માનવતાનું એક મોટું ઉદાહરણ પૂરું પાડ્યું છે. રાંદેર પોલીસના આ માનવીય અભિગમ બદલ ખૂબ ખૂબ અભિનંદન.