અમેરિકામાં ગુજરાતીઓના અમુક વોટ્સએપ ગ્રુપમાં એક વિડીયો છેલ્લા કેટલાક દિવસોથી જોરદાર વાયરલ થઈ રહ્યો છે. IamGujaratને મળેલી માહિતી અનુસાર આ વિડીયો સાઉથ કેરોલાઈનાના એન્ડરસન સિટીમાં આવેલા એક ગુજરાતીના સ્ટોરનો છે, જેમાં સ્ટોરમાં કામ કરતા એક ગુજરાતીને બીજો કોઈ ગુજરાતી ફટકારી રહ્યો છે. સૂત્રોનું માનીએ તો થોડા દિવસો પહેલાની જ આ ઘટનામાં જે વ્યક્તિ આ વિડીયોમાં માર ખાતો દેખાઈ રહ્યો છે તેનું નામ હર્ષ છે અને જે વ્યક્તિ તેને મારી રહ્યો છે તેની પત્નીને હર્ષ ભગાડી ગયો હતો. એવું પણ જાણવા મળ્યું છે કે ગુજરાતથી 2024ના વર્ષમાં જ વાયા મેક્સિકો થઈને ઈલીગલી અમેરિકા ગયેલા હર્ષનું અમેરિકામાં રહેતી એક પરિણિત મહિલા સાથે અફેર ચાલી રહ્યું હતું. બે બાળકોની મા એવી આ મહિલાના લગ્ન મૂળ મહેસાણાના એક યુવક સાથે થયા હતા અને તે પોતાના પતિ સાથે આઠેક વર્ષ પહેલા અમેરિકા ગઈ હતી.
જુઓ અમારી વેબસાઈટ: www.iamgujarat...
વધુ વિડીયો જોવા માટે ક્લિક કરો: gujarati.times...
IamGujarat સાથે વોટ્સએપ પર જોડાઓ: chat.whatsapp....
17 сен 2024