Тёмный

કનૈયા ને ગોકુળ યાદ આવે (લખેલું છે)| ક્રિષ્ના કીર્તન એક વાર જરૂરથી સાંભળો નવા રાગમાં 

Rasilaben Thummar (રસીલા ઠુંમર) Official
Просмотров 34 тыс.
50% 1

Navratri Ethnic Silver Earrings Combo For Women & Girls:
Order Now: amzn.to/3RWKy9y
કનૈયો વસે દ્વારિકાને માય
ગોમતીજી ગાજે રે એને આંગણે
સોનાના ચોગઠા ને રૂપાની ચોપાટ જો
કૃષ્ણ ને રૂક્ષ્મણી રમે ચોગઠે
ચોગઠે રમતા વાલાની આંખ ભીંજાણી જો
દલડાં રે ઉદાસી બન્યા શ્યામના
પૂછે રૂક્ષ્મણી પૂછે કેમ રે ઉદાસી જો
કેમ રે આંખોમાં આંસુ આવિયા
સોનાની દ્વારિકાને રિદ્ધિ સિદ્ધિ આંગણે જો
અષ્ટ રે પટરાણી આપે હાજરી
નોકર ચાકર હાથીને વળી ઘોડા જો
કિયા રે સુખમાં રે ખામી આવિયું
કહે કનૈયો સાંભળો રૂક્ષ્મણી વાત જો
કહું રે મારા મનડાની વાતડી
આજતો મને જશોદામા સાંભળ્યા જો
વાલુ રે ગોકળિયું યાદ આવ્યુ
માતા જશોદા જમવા મને બોલાવતા જો
દોડીને ગોકુળની ગલીયુંમાં ભાગતો
દોડી પકડી માતા માખણ ખવડાવતા જો
ખોળામાં બેસાડી લાડ લડાવતા
બાબા મને વ્રજમાં લઇ જાતા જો
ગાવડીને ચારતા શીખવાડતા
ગોકુળની ગોપીયું રાવે જયારે આવતી જો
સાચી ખોટી વાતું માં ને કરતી
માતા જશોદા સોટી થી મને મારે જો
પછી પોતે આંખે આંસુ સારતા
જશોદા માં એ ખાંડણિયે મને બાંધ્યો જો
એ રાતે રે માતા નોતા ઉંઘીયા
વહેલી સવારે જશોદામા જાગ્યા જો
મને નઈ રે મારવાના સોગંદ આપીયા
દોરડાના વટમાં માં એ મલમ લગાડ્યો જો
પછી પોતે ધ્રુસકે ધ્રુસકે રડિયા
આવી માતાને કેમ કરી વિસરું જો
કેમ રે ભૂલું હું ગોકુલ ગામને
છપ્પન ભોગ ભલે મને ધરાવો જો
માખણ ને રોટલી રે લાગે મીઠડાં
સોનાની દ્વારકા કડવી મને લાગે જો
વાલુ રે વનરાવન મને સાંભળે
વાલી ગાયું વાલા છે ગોવાળિયા જો
વાલોં રે જમનાનો આરો સાંભળે
જે દી બંસરી છૂટી મારે હાથે જો
તે દી નું જીવન રે લાગે દોહિલુ
રાધાનું નામ મારી જીભડીયે જડાણું જો
રડતી રે રાધાને કેમ વિસરું
શ્વાસેને શ્વાસે રાધા રટતી નામ જો
તેને રે તરછોડી વ્રજમાં એકલી
લખેલું હોઈ તો વાંચીને સાંભળવું જો
દલડાના દરદ ને કેમ વાંચવા
રાણી રૂક્ષ્મણી કેમ કરી સમજાવું જો
ગોકુળની તો એ નો આવે દ્વારકા
ગોકુળીયામાં જઈ કોઈ દેજો સંદેશો
મારા નંદ રે જશોદામાં ના કાનમા
એકેય દિવસ માતા એવો નથી ઉગ્યો જો
તમને રે સંભાળ્યા વિના પોઢિયો
એટલું કેતા વાલાની આંખ ભીંજાણી જો
જગને રે હસાવનારો રડતો
કનૈયો વસે દ્વારિકાને માય
ગોમતીજી ગાજે રે એને આંગણે
#કીર્તન #gujaratikirtan #mahilamandal #ભક્તિકીર્તનસંગ્રહ #સત્સંગ #kanha_bhajan #kanaiya #rukminikrishna #dwarikadhis #viralsong #krishnakirtan #newsong #satsang_world

Опубликовано:

 

12 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 21   
@shardadobariya6534
@shardadobariya6534 Месяц назад
ખુબ સરસ ગાયું બેન❤
@RasilabenThummar
@RasilabenThummar Месяц назад
જય શ્રી કૃષ્ણ 🙏🙏 ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે ❤️🙏 સત્સંગમાં તમારું હૃદય પૂર્વક સ્વાગત છે
@kachanpatel578
@kachanpatel578 4 месяца назад
સરસ ભજન
@RasilabenThummar
@RasilabenThummar 4 месяца назад
જય શ્રી કૃષ્ણ 🙏 કિર્તન સાંભળવા માટે તમારો હૃદય પૂર્વક આભાર 😊🙏
@abhesangbhaivala6597
@abhesangbhaivala6597 4 месяца назад
જય ભોળાનાથ રશીલાબેન ઠુમર ખુબખુબ ધન્યવાદ સરસ કીર્તન રોજ સાંભળીને ખુબ આનંદ થાય છે રશીલાબેન
@RasilabenThummar
@RasilabenThummar 4 месяца назад
જય ભોલેનાથ 🙏 જય શ્રી કૃષ્ણ 🙏 કિર્તન સાંભળવા માટે તમારો હૃદય પૂર્વક આભાર 😊🙏
@MotiGojiya
@MotiGojiya 4 дня назад
જય શ્રી કૃષ્ણ
@varshabenpatoliya2221
@varshabenpatoliya2221 11 месяцев назад
Shree Krishna satsang Mandal na 🙏🙏 na Jay shree Krishna 🙏🙏
@rasilathumbar1741
@rasilathumbar1741 11 месяцев назад
જય શ્રી ક્રિષ્ના 🙏🙏🙏🙏🙏
@sejalthumar2108
@sejalthumar2108 10 месяцев назад
Jay shree krishn 🙏🙏
@hiraodedara813
@hiraodedara813 11 месяцев назад
જય શ્રી કૃષ્ણ રાધે રાધે શ્યામ
@rasilathumbar1741
@rasilathumbar1741 11 месяцев назад
Radhe radhe 🙏🙏🙏🙏🙏🌹🙏🙏🙏🙏
@arunabenmpatel9813
@arunabenmpatel9813 11 месяцев назад
જય શ્રી કૃષ્ણ રસીલાબેન ખુબ સરસ ❤❤
@rasilathumbar1741
@rasilathumbar1741 11 месяцев назад
જય શ્રી ક્રિષ્ના થૅન્ક્સ didi🙏🙏🙏🙏🙏🤗🤗
@krishnabendevani5354
@krishnabendevani5354 11 месяцев назад
Jay shri krishna very good 🙏🙏
@rasilathumbar1741
@rasilathumbar1741 11 месяцев назад
થૅન્ક્સ 🙏🙏🙏🙏🙏
@payalkotar6187
@payalkotar6187 11 месяцев назад
👌👌👌Lakhi ne muko ne
@rasilathumbar1741
@rasilathumbar1741 11 месяцев назад
Ha🙏🙏🙏🙏❤🥰🥰🥰
@user-bk5lm1gt8x
@user-bk5lm1gt8x 11 месяцев назад
Bhavna thumbar🎉🎉
@rasilathumbar1741
@rasilathumbar1741 11 месяцев назад
🤗🤗🤗🤗🤗🤗🤗🌹🤗🤗🤗🤗🤗🙏🙏🙏🥰
Далее