#GPSC #PradipChaudhari #HolisticAcademy
ગુજરાતના વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના ગિરનારા ગામના પ્રદીપ ચૌધરી આંખમાં સપના અને મનમાં દ્રઢતા લઈને ગાંધીનગર સરકારી અધિકારી બનવાની નેમ લઈને આવ્યો હતો. માતા-પિતાએ પણ અથાગ પરિશ્રમ અને પૈસાની કટોકટી વચ્ચે પણ હિંમત હાર્યા વિના દીકરાને ભણાવવાના સમ ખાધા હતા. ગાંધીનગરમાં પોતાના સિનિયર્સ અને સરના માર્ગદર્શન અને મદદથી એવી મહેનત કરી કે પાછું વળીને જોયું નહીં. પ્રદીપ ક્લાસ 1 અને 2ની પરીક્ષાઓ આપતો રહ્યો અને પાસ કરતો રહ્યો આજે સરકારી અધિકારી બની ગયો છે. માતા-પિતા સહિત આખા ગામની આજે છાતી ફૂલીને સમાતી નથી. ત્યારે HOLISTIC FAMILY એ પ્રદીપના આ સંઘર્ષથી સફળતા સુધીની સફરને કેમેરામાં કેદ કરવાનો વિચાર કર્યો છે જેથી હજારો વિદ્યાર્થીઓને પ્રેરણા મળતી રહે.
#CIVILENGINEERING #GETCO #CLASS1Exams #Class2Exams #KalpsarYojna #GWSSB #GES #irrigation #gpscpreparation #gpscexams
17 сен 2024