Тёмный

પડાણા ગામમાં આવેલું પ્રાચીન જિનાલય વિરાજમાન છે શ્રી સંભવનાથ ભગવાન 

Kajal ni vaato
Подписаться 5 тыс.
Просмотров 4,5 тыс.
50% 1

#jaintirth
#parshwanath
#tirthankar
#jaintemple
#jainpilgrimage
#108parshvanath
#jainism
#tirthyatra
#tirthsparsh
#kajalnivaato
#paryushanspecial
#paryushan
#paryushan2024
#sambhavnath
#જૈનતીર્થ
#પાર્શ્વનાથ
#ભક્તિ
#જૈનમહોત્સવ
#જૈનતીર્થ
#તીર્થંકર
#તીર્થ
#જૈનધર્મ
#સોમનાથ
પ્રભાસપાટણ
#જૈનસ્તવન
#jaintattvagyan
#padana
#halar
#jamnagar
સંભવનાથ ભગવાન
શ્રી સંભવનાથ ભગવાનનો જીવ પૂર્વના ત્રીજા ભવે ઘાતકીખંડ દ્વીપના ઐરાવત ક્ષેત્રના ક્ષેમપુરી નગરીના વિપુલવાહન રાજા હતા. તે સર્વ પ્રકારના દુઃખ દૂર કરીને પ્રજાનું પાલન કરતો હતો. વિપુલવાહન રાજા બાર પ્રકારના શ્રાવક ધર્મમાં હંમેશા સ્થિર રહેતા હતા. તેના દ્વારે આવેલો કોઈ પણ યાચક ખાલી હાથે જતો નહિ. રાજા નીતિ પૂર્વક રાજ્ય કરતો હતો.
એક વખત ઘણો ભયંકર દુકાળ પડ્યો. દુકાળમાં ચર્તુવિધ સંઘનો ક્ષય થતો જોઈ રાજા વિચાર કરવા લાગ્યા કે આ સઘળી પૃથ્વીનું મારે રક્ષણ કરવું છે. રાજાએ રસોઈયાને આજ્ઞા કરી કે સંઘના જમ્યા પછી અવશેષ રહેલું અન્ન હું જમીશ. શ્રાવકો અને મહામુનિઓને કલ્પનીય આહાર મળવા લાગ્યો. રાજાએ દુકાળ રહ્યો ત્યાં સુધી સર્વ સંઘને યથાવિધ ભોજન પૂરું પાડ્યું. સંઘની વૈયાવચ્ચ કરવાથી અને સમાધિ ઉપજાવાથી તેણે તીર્થંકર નામ કર્મ ઉપાર્જન કર્યું.
એક વખત વિપુલવાહન રાજા મહેલની અગાસી પર બેઠા હતા. ક્ષણવારમાં ઉત્પન્ન થયેલાં અને ક્ષણવારમાં નાશ પામેલા મેઘને જોયા. સંસારમાં બીજું સર્વ પણ જોતજોતમાં નાશ પામે છે. રાજાને વૈરાગ્ય થયો. રાજાએ તેમના પુત્ર વિમલકીર્તિને રાજ્ય સોંપી સ્વયંપ્રભસૂરિજી પાસે દીક્ષા લીધી. વીશસ્થાનકની આરાધના કરી અને આયુષ્ય પૂર્ણ કરી નવમાં આનત નામના દેવલોકમાં દેવ થયાં.
આયુષ્ય પૂર્ણ કરી શ્રુતજ્ઞાન , મતિજ્ઞાન અને અવધિજ્ઞાન સાથે ઈક્ષ્વાકુવંશના કશ્યપ ગોત્રના કૃણાલ દેશની શ્રાવસ્તી નગરીના રાજા જિતારીની સેનારાણીની કુક્ષીએ ચ્યવન થયું. માતાએ 14 સ્વપ્ન જોયા. પ્રભુ માતાના ઉદરમાં 9 માસ અને 6 દિન રહ્યા. માગશર સુદ 14ના દિવસે પ્રભુનો જન્મ થયો. ત્યારે 56 દિકકુમારીકાઓએ આવીને સૂતી કર્મ કર્યું હતું. પછી 64 ઈન્દ્રોએ મેરુ પર્વત પર જઈને 1 કરોડ 60 લાખ કળશો વડે જન્માભિષેક મહોત્સવ કર્યો હતો. પ્રભાત કાળે પ્રભુના પિતાએ જન્મોત્સવ ઉજવ્યો હતો.
પ્રભુની જમણી જાંઘ પર ઘોડાનું લંછન હતું. કાંચન વર્ણના અને 400 ધનુષની કાયાવાળા હતા. પ્રભુ 15 લાખ પૂર્વ કુમારઅવસ્થામાં રહ્યા. પછી 44 લાખ પૂર્વ + 4 પૂર્વાગ વર્ષ રાજ્ય પાલન કર્યું. પ્રભુને 3 પુત્ર હતા.
પ્રભુ 1 વર્ષ સુધી દરરોજ 1 કરોડ 8 લાખ સોનૈયાનું દાન આપે છે. શ્રાવસ્તી નગરીમાંથી દીક્ષાનો વરઘોડો નીકળ્યો. પ્રભુ સિદ્ધાર્થા શિબિકામાં બેસીને સહસ્રામ્ર વનમાં પધાર્યા. ત્યાં અશોકવૃક્ષની નીચે 5 મુષ્ઠીલોચ કરીને છઠ્ઠનો તપ કરીને 59 લાખ પૂર્વ + 4 પૂર્વાગ વર્ષની પાછલી ઉંમરે માગશર સુદ 15ના મિથુન રાશિ અને મૃગ શીર્ષ નક્ષત્રમાં પશ્ચિમાહ્ય સમયે 1000 સાથે દીક્ષા ગ્રહણ કરી. ત્યારે પ્રભુને ચોથું મનઃપર્યવજ્ઞાન થયું. દીક્ષા સમયે ઈન્દ્રએ આપેલ દેવદુષ્ય જીવનભર રહ્યું હતું. દીક્ષા પછી શ્રાવસ્તી નગરીમાં તદભવ મોક્ષગામી સુરેન્દ્રદત્તના હાથે દીક્ષાના બીજા દિવસે ખીરથી પ્રથમ પારણું કર્યું. ત્યારે પંચ દિવ્ય પ્રગટ થયા. અને સાડા બાર કરોડ સોનૈયાની વૃષ્ટિ થઈ.
પ્રભુ દીક્ષા પછી 14 વર્ષમાં પ્રમાદ નિંદ્રા કર્યા વિના અપ્રમત્ત પણે આર્ય દેશમાં વિચરતાં શ્રાવસ્તી નગરીમાં સહસ્રામ્ર ઉધાનમાં છઠ્ઠનો તપ કરતાં સાલ વૃક્ષની નીચે ધ્યાનમાં હતા ત્યારે આશો વદ 5ના દિવસે મૃગ શીર્ષ નક્ષત્રમાં કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. લોકાલોકના સર્વભાવોને જાણતાં અને જોતા થયા. પ્રભુ 18 દોષથી રહિત થયા. 8 પ્રતિહાર્ય અને 34 અતિશય યુક્ત થયા. ત્યારે દેવોએ આવીને સમવસરણની રચના કરી. પ્રભુ 4800 ધનુષ્ય ઊંચા અશોકવૃક્ષની નીચે બેસીને પ્રભુએ ચાર મુખે અનિત્ય ભાવનાને સમજાવતી 35 ગુણથી યુક્ત વાણી વડે દેશના આપી. અનેક સ્ત્રી પુરુષોએ દીક્ષા લીધી. તેમાં ચારુપ આદિ 102 ગણધર થયા.
પ્રભુ વિચરતાં વિચરતાં સમેતશિખર પધારે છે. ત્યાં માસક્ષમણનો તપ કરતા કાર્યોત્સર્ગ મુદ્રામાં 1000ની સાથે ચૈત્ર સુદ 1 પૂનમના દિવસે મિથુન રાશિ અને આદ્રા નક્ષત્રમાં મોક્ષે ગયા. ત્યારે પ્રભુનો ચારિત્ર પર્યાય 1 લાખ પૂર્વ _ 4 પૂર્વાગ વર્ષનો હતો. 60 લાખ પૂર્વ વર્ષનું આયુષ્ય પૂર્ણ થયેલ. પ્રભુનું પ્રાયેઃ શાસન 10 લાખ કરોડ સાગરોપમ વર્ષ સુધી ચાલ્યું. પ્રભુના શાસનમાં 1 દિવસ પછી મોક્ષ માર્ગ શરૂ થયેલ જે સંખ્યાત પુરુષ પાટ પરંપરા સુધી ચાલતો રહેલ. પ્રભુના ભક્ત રાજા મૃગશેન હતા. પ્રભુની માતા મોક્ષે અને પિતા ઈશાન દેવલોકમાં ગયેલ. પ્રભુની સેવામાં ત્રિમુખ યક્ષ અને દુરિતારી દેવી યક્ષિણી નિરંતર રહે છે.

Опубликовано:

26 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 50   
@varshaharaniya8320
@varshaharaniya8320 22 часа назад
Mast video....remember old memories of Padana Gaam
@kajal_ni_vaato
@kajal_ni_vaato 22 часа назад
Thank you so much 🙏🙏 Please do like and share the video in your what's app group so that other people also can cherish the memories and also take benefit of virtual visit and darshan. Also, do not forget to subscribe the channel to watch more such videos
@ajayshah9773
@ajayshah9773 3 дня назад
ખુબ જ સરસ, થોડા દિવસો પહેલા આરાધના ધામ થય પડાણા ગામ રસ્તે ચેલા ગામ ગયેલ હતા ખુબ સરસ યાદોં તાજી થઈ.
@kajal_ni_vaato
@kajal_ni_vaato 3 дня назад
વીડિયોને બિરદાવવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આ વિડીયો આપના વોટ્સ એપ અને ફેસબુક ગ્રુપમાં શેર કરવા વિનંતી છે, જેથી કરીને વધુમાં વધુ લોકો આવા તીર્થ વિશે ની માહિતી મેળવી શકે અને ખુબ સરસ ભાવ સાથે દર્શન પૂજન નો લાભ લઇ શકે. અને હા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં...
@HasmukhGosrani
@HasmukhGosrani 3 дня назад
Khub SARS video hato
@kajal_ni_vaato
@kajal_ni_vaato 3 дня назад
વીડિયોને બિરદાવવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આ વિડીયો આપના વોટ્સ એપ અને ફેસબુક ગ્રુપમાં શેર કરવા વિનંતી છે, જેથી કરીને વધુમાં વધુ લોકો આવા તીર્થ વિશે ની માહિતી મેળવી શકે અને ખુબ સરસ ભાવ સાથે દર્શન પૂજન નો લાભ લઇ શકે. અને હા અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં
@jasminamehta3104
@jasminamehta3104 2 дня назад
Saras rachna che
@kajal_ni_vaato
@kajal_ni_vaato 2 дня назад
વીડિયોને બિરદાવવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આ વિડીયો આપના વોટ્સ એપ અને ફેસબુક ગ્રુપમાં શેર કરવા વિનંતી છે, જેથી કરીને વધુમાં વધુ લોકો આવા તીર્થ વિશે ની માહિતી મેળવી શકે અને ખુબ સરસ ભાવ સાથે દર્શન પૂજન નો લાભ લઇ શકે. અને હા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં...
@kellyshah3235
@kellyshah3235 3 дня назад
Very good video
@kajal_ni_vaato
@kajal_ni_vaato 3 дня назад
Thank you so much. Request to plz also share this video in your whats app and FB groups so that other people can also get information about our ancient jain triths. Also do not forget to subscribe the channel. 🙏🙏
@manjulashah4198
@manjulashah4198 3 дня назад
Jai jinendra 🙏🏼 apne khoob khoob Anumodna 🙏🏼
@kajal_ni_vaato
@kajal_ni_vaato 3 дня назад
વીડિયોને બિરદાવવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આ વિડીયો આપના વોટ્સ એપ અને ફેસબુક ગ્રુપમાં શેર કરવા વિનંતી છે, જેથી કરીને વધુમાં વધુ લોકો આવા તીર્થ વિશે ની માહિતી મેળવી શકે અને ખુબ સરસ ભાવ સાથે દર્શન પૂજન નો લાભ લઇ શકે. અને હા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં...
@chandanharia1259
@chandanharia1259 3 дня назад
Jai Jinendra 🙏🙏🙏
@kajal_ni_vaato
@kajal_ni_vaato 3 дня назад
વીડિયોને બિરદાવવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આ વિડીયો આપના વોટ્સ એપ અને ફેસબુક ગ્રુપમાં શેર કરવા વિનંતી છે, જેથી કરીને વધુમાં વધુ લોકો આવા તીર્થ વિશે ની માહિતી મેળવી શકે અને ખુબ સરસ ભાવ સાથે દર્શન પૂજન નો લાભ લઇ શકે. અને હા અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં
@nipulharia7087
@nipulharia7087 2 дня назад
હું પડાણા ગામ નો છું અત્યારે ભિવંડી માં રહું છું
@kajal_ni_vaato
@kajal_ni_vaato 2 дня назад
જી, પડાણા ગામનાં વતનીઓ સુધી આ વિડિયો અચૂકથી શેર કરવા વિનંતી🙏🙏
@pareshhariya8045
@pareshhariya8045 4 дня назад
Jai jinendra Very good
@kajal_ni_vaato
@kajal_ni_vaato 4 дня назад
વીડિયોને બિરદાવવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આ વિડીયો આપના વોટ્સ એપ અને ફેસબુક ગ્રુપમાં શેર કરવા વિનંતી છે, જેથી કરીને વધુમાં વધુ લોકો આવા તીર્થ વિશે ની માહિતી મેળવી શકે અને ખુબ સરસ ભાવ સાથે દર્શન પૂજન નો લાભ લઇ શકે. અને હા અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં
@ankitshah446
@ankitshah446 3 дня назад
Bolo sambhavnath bhaghwan ki jay
@kajal_ni_vaato
@kajal_ni_vaato 3 дня назад
🙏🙏🙏
@RR-sz9so
@RR-sz9so 21 час назад
🙏
@kajal_ni_vaato
@kajal_ni_vaato 21 час назад
Thank you so much 🙏🙏 Please do like and share the video in your what's app group so that other people also can cherish the memories and also take benefit of virtual visit and darshan. Also, do not forget to subscribe the channel to watch more such videos
@manojkothari5190
@manojkothari5190 3 дня назад
🙏🙏🙏
@kajal_ni_vaato
@kajal_ni_vaato 3 дня назад
🙏🙏🙏
@kusumgada5162
@kusumgada5162 3 дня назад
Khoop j Saras junior yaad tazi thay gayi
@kajal_ni_vaato
@kajal_ni_vaato 3 дня назад
વીડિયોને બિરદાવવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આ વિડીયો આપના વોટ્સ એપ અને ફેસબુક ગ્રુપમાં શેર કરવા વિનંતી છે, જેથી કરીને વધુમાં વધુ લોકો આવા તીર્થ વિશે ની માહિતી મેળવી શકે અને ખુબ સરસ ભાવ સાથે દર્શન પૂજન નો લાભ લઇ શકે. અને હા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં...
@nikhilgoswami2686
@nikhilgoswami2686 3 дня назад
ખુબ સરસ

@@kajal_ni_vaato જરૂર
@nipulharia7087
@nipulharia7087 3 дня назад
હું પડાણા ગામ નો છું અહીંયાં ૨૫૦ વર્ષ પહેલાં મારૂ પરિવાર માંથી એક ભાઈએ દીક્ષા લીધી હતી સ્થાનક વાસી માં તેમનું દીક્ષાર્થી નામ હતું શ્રી અજરામર જી સ્વામી લિંબડી પંથકમાં તેમનો બહુ મોટો સંપ્રદાય છે થાણા માં પણ તેમના નામનું ઉપાશ્રય છે તથા એક ચોક પણ તેમના નામે છે તળાવ પાળી પાસે
@kajal_ni_vaato
@kajal_ni_vaato 2 дня назад
જી, જાણકારી આપી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આ વિડીયો આપના વોટ્સ એપ અને ફેસબુક ગ્રુપમાં શેર કરવા વિનંતી છે, જેથી કરીને વધુમાં વધુ લોકો આવા તીર્થ વિશે ની માહિતી મેળવી શકે અને ખુબ સરસ ભાવ સાથે દર્શન પૂજન નો લાભ લઇ શકે. અને હા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં...
@padmakhilosiya9557
@padmakhilosiya9557 3 дня назад
Your all videos are nice i like very much
@kajal_ni_vaato
@kajal_ni_vaato 3 дня назад
Thank you for your kind words. It means a lot to me. Request to plz also share this video in your whats app and FB groups so that other people can also get information about our ancient jain triths. Also do not forget to subscribe the channel. 🙏🙏
@kantilalshah9746
@kantilalshah9746 3 дня назад
સરસ કાજલ બેન તમે સુદર વિડીયો બનાવ્યો છે અમને જોવાની મજા આવી અમે સહુએ મળીને જોયું આપણા બાવન ગામ માં જ્યાં દેરાસર છે બધા દેરાસર ના વિડીયો બનાવો
@kantilalshah9746
@kantilalshah9746 3 дня назад
From Kantilal v Dodhia Bangalore (આરીખાણા)
@kajal_ni_vaato
@kajal_ni_vaato 3 дня назад
જી જરૂર. સમય મળ્યે ચોક્કસથી પ્રયાસ કરીશું. વીડિયોને બિરદાવવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આ વિડીયો આપના વોટ્સ એપ અને ફેસબુક ગ્રુપમાં શેર કરવા વિનંતી છે, જેથી કરીને વધુમાં વધુ લોકો આવા તીર્થ વિશે ની માહિતી મેળવી શકે અને ખુબ સરસ ભાવ સાથે દર્શન પૂજન નો લાભ લઇ શકે. અને હા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં...
@harilalmalde-cy2ik
@harilalmalde-cy2ik 2 дня назад
Yadgiri❤
@kajal_ni_vaato
@kajal_ni_vaato 2 дня назад
વીડિયોને બિરદાવવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આ વિડીયો આપના વોટ્સ એપ અને ફેસબુક ગ્રુપમાં શેર કરવા વિનંતી છે, જેથી કરીને વધુમાં વધુ લોકો આવા તીર્થ વિશે ની માહિતી મેળવી શકે અને ખુબ સરસ ભાવ સાથે દર્શન પૂજન નો લાભ લઇ શકે. અને હા અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં
@keshavjilaljishah2110
@keshavjilaljishah2110 3 дня назад
કાજલ બેન પડાણા ગામ નો વીડીઓ એટલો સરસ છે.કે વખાણ કરવાના કોઇ શબ્દો નથી.૧૯૫૪થી૧૯૭૩ સુધી પડાણા ૧૧સુધી ભણ્યા ને ખેતી કરી પડાણા વીશે ખૂબ લખી શકાય.
@kajal_ni_vaato
@kajal_ni_vaato 3 дня назад
આપની લાગણી આપના શબ્દોમાં ઝળકે છે. વીડિયોને બિરદાવવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આ વિડીયો આપના વોટ્સ એપ અને ફેસબુક ગ્રુપમાં શેર કરવા વિનંતી છે, જેથી કરીને વધુમાં વધુ લોકો આવા તીર્થ વિશે ની માહિતી મેળવી શકે અને ખુબ સરસ ભાવ સાથે દર્શન પૂજન નો લાભ લઇ શકે. અને હા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં...
@rashigosrani254
@rashigosrani254 3 дня назад
Y V nice
@kajal_ni_vaato
@kajal_ni_vaato 3 дня назад
વીડિયોને બિરદાવવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આ વિડીયો આપના વોટ્સ એપ અને ફેસબુક ગ્રુપમાં શેર કરવા વિનંતી છે, જેથી કરીને વધુમાં વધુ લોકો આવા તીર્થ વિશે ની માહિતી મેળવી શકે અને ખુબ સરસ ભાવ સાથે દર્શન પૂજન નો લાભ લઇ શકે. અને હા અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં
@shirishharia7390
@shirishharia7390 3 дня назад
પડાણા મા જાવ અને અજરામરજી મ.સા. ની નોંધ ના લ્યો તે નવાઈ કહેવાય. શક્ય હોય તો ફરીથી ઓડીયો ડબિંગ કરી ને અજરામરજી મ.સા. નોંધ લેવા વિનંતી. પ.પૂ.અજરામરજી સ્વામી પડાણા ગામના હાલારી હતા. 🙏
@kajal_ni_vaato
@kajal_ni_vaato 3 дня назад
ધ્યાન દોરવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આ વાત જાણતા હતા પરંતુ આવરવાની રહી ગઈ છે. તે બદલ ક્ષમા કરશો 🙏 વિડિયો ફરી પાછો ડબ ના કરી શકાય. પણ હવે કોશિશ પુરી રહેશે કે બધી બાબતો આવરી શકીએ. ધન્યવાદ 🙏
@sureshdoshi1156
@sureshdoshi1156 4 дня назад
પ્રણામ, કાજલબેન very good commentary and description. One request by oversight there is spelling mistake it is not સંભાવ ના પણ સંભવનાથ બની શકે તો correct કરશો મિચ્છા મિ દુક્કડં ઘણીજ અનુમોદના
@kajal_ni_vaato
@kajal_ni_vaato 4 дня назад
ભૂલ માટે મિચ્છામી દુક્કડમ🙏 વીડિયોને બિરદાવવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આ વિડીયો આપના વોટ્સ એપ અને ફેસબુક ગ્રુપમાં શેર કરવા વિનંતી છે, જેથી કરીને વધુમાં વધુ લોકો આવા તીર્થ વિશે ની માહિતી મેળવી શકે અને ખુબ સરસ ભાવ સાથે દર્શન પૂજન નો લાભ લઇ શકે. અને હા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં...
@sjadfzskx
@sjadfzskx 14 часов назад
Moti bhalsan derasarji no video banao
@kajal_ni_vaato
@kajal_ni_vaato 14 часов назад
અમારી ચેનલ પર મોટી ભલસાણમાં વિરાજમાન શ્રી સપ્તફણા પાર્શ્વનાથ ભગવાનનાં જિનાલય નો વિડિયો જોવા મળી રહેશે.
@divyeshshah5465
@divyeshshah5465 4 дня назад
🙏🙏🙏🙏
@kajal_ni_vaato
@kajal_ni_vaato 4 дня назад
🙏🙏
Далее
Wait for it 😂
00:19
Просмотров 3 млн
ИСТОРИЯ ПРО ШТАНЫ #shorts
00:32
Просмотров 196 тыс.
Nemi: Jagati Jyot | Sattva Katha
56:00
Просмотров 2,2 тыс.