Тёмный

Pavagadh | World Heritage Site | Mahakali Mataji Temple| મહાકાળીમાં મંદિર | ચાંપાનેર | 4k Video 

Mitesh Baria
Подписаться 94
Просмотров 772
50% 1

Follow us on Instagram
www.instagram....
Follow us on Facebook
www.facebook.c...
કાળકા માતાજી મંદિરએ ગુજરાતના પંચમહાલ જિલ્લામાં ચંપાનેર-પાવાગઢ પુરાતત્ત્વ ઉદ્યાન ક્ષેત્રમાં આવેલ, હિંદુ દેવી શ્રી કાળકા માતાજી નું મંદિર છે. આ મંદિર પાવાગઢ પર્વતની ટોચ પર આવેલું છે. તેનું નિર્માણ ૧૦ મી અથવા ૧૧ મી સદીની આસપાસ થયું હતું. મંદિરમાં ત્રણ દેવીઓની મૂર્તિઓ છે: કેન્દ્રીય મૂર્તિ શ્રી કાળકા માતાજીની છે, જેની ડાબી બાજુએ માં કાળી માતાજી અને જમણી બાજુએ માં બહુચર માતાજીની મૂર્તિઓ છે. સુદ 8 ના દિવસે મંદિર ખાતે મેળો ભરાય છે. જેમાં સહસ્ત્ર (હજારો) ભક્તો આવે છે. આ મંદિર એક શક્તિપીઠ છે. ઉડનખટોલા (રોપ-વે) દ્વારા સરળતાથી મંદિરમાં પહોંચી શકે છે.
૧૦મી -૧૧ મી સદીમાં બંધાયેલ, શ્રી કાળકા માતાજી મંદિર એ આ વિસ્તારનું સૌથી પ્રાચીન મંદિર છે. ગુજરાતના મેળાઓ અને તહેવારો માં આર. કે. ત્રિવેદીના જણાવ્યા પ્રમાણે પહેલા ના સમયે સ્થાનિક લેઉવા પાટીદાર લોકો અને રાજાઓ દ્વારા શ્રી કાળકા માતાજી ની પૂજા કરવામાં આવતી હતી, ત્યાર પછી વિશ્વામિત્ર દ્વારા તેમનું આહ્વાન કરી પાવાગઢ શિખર પર સ્થાપિત કરવામાં આવ્યા હતા જ્યાં તેમને માં દુર્ગા અથવા માં ચંડીના સ્વરૂપ તરીકે પૂજવામાં આવે છે. આ મંદિર સાથે એક દંતકથા જોડાયેલી છે, એકવાર નવરાત્રિના તહેવાર દરમિયાન, મંદિરે ગરબાનું આયોજન કર્યું હતું, જેમાં સેંકડો ભક્તો એકઠા થયા હતા અને ભક્તિથી ગરબા લેતા હતા. આવી બિનશરતી ભક્તિ જોઈને દેવી મહાકાળી સ્વયં સ્થાનિક મહિલાના વેશમાં ભક્તોની વચ્ચે આવ્યા અને તેમની સાથે નૃત્ય કરી રહ્યા હતા. તે સમયે, તે રાજ્યનો રાજા પટાઇ જયસિંહ પણ ભક્તો સાથે નાચતો હતો. તે સુંદર સ્ત્રીને જોઈ, તેની સુંદરતાથી મોહિત થઈ ગયો. વાસનાથી ભરેલા રાજાએ તેનો હાથ પકડ્યો અને અયોગ્ય માંગણીઓ કરી. દેવીએ તેને ત્રણ વાર હાથ છોડીને ક્ષમા માંગવા ચેતવણી આપી, પરંતુ રાજા કંઈપણ સમજવાની શક્તિ ગુમાવી ચૂક્યો હતો અને દેવીની વાત ન માન્યો. અંતે દેવીએ તેને શ્રાપ આપ્યો કે તેના સામ્રાજ્યનું પતન થશે. ટૂંક સમયમાં એક મુસલમાન આક્રમણકારી મહંમદ બેગડા એ રાજ્ય પર આક્રમણ કર્યું. પટાઇ જયસિંહ યુદ્ધમાં પરાજિત થયો અને મહમદ બેગડાએ તેને મારી નાખ્યો. પાવાગઢની શ્રી કાલિકા માતાજી ની પૂજા આદિવાસીઓ પણ કરે છે.૧૫ મી સદીના નાટક ગંગાદાસ પ્રતાપ વિલાસમાં આ મંદિરનું વર્ણન કરવામાં આવ્યું હતું.આ મંદિર શ્રી કાળી માતાજી નું નિવાસસ્થાન હોવાનું માનવામાં આવે છે, અને તે શક્તિપીઠોમાંનું એક છે, દેવી સતીના પ્રતીકાત્મક અંગૂઠા અહીં પડ્યા હોવાનું પણ કહેવાય છે.
Follow us on Instagram link given below 👇
www.instagram....
#pavagadh #gujarattourism #worldheritage #chapaner #panchmahal #india #travel #vlog #home #nature #hillstation #girnar

Опубликовано:

 

29 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 4   
@jaydipparmar6568
@jaydipparmar6568 3 месяца назад
😮😮😮
@thesuccesswayoflife9965
@thesuccesswayoflife9965 3 месяца назад
Classic 🎉
@ALPESHBARIA-yc3mz
@ALPESHBARIA-yc3mz 3 месяца назад
nice
@deepstudio2531
@deepstudio2531 3 месяца назад
nice
Далее
Ma pava te gadh thi utarya non stop song
29:43
Просмотров 9 млн
Se las dejo ahí.
00:10
Просмотров 2,8 млн
vlog no -46 family outing
16:10
Просмотров 56