બગલા ભાઈ સાથે વાતો 👌😊 સાચી વાત છે 10 વર્ષમાં ઘણું બદલાઈ જાય છે, છોકરીઓની 2 દુનિયા હોય છે, પેલી માઁ બાપનું ઘર અને બીજી પતિનું ઘર, લગ્ન પછી બીજી દુનિયા જ સાચી દુનિયા બની જાય છે, લગ્ન પછી નવી બહેનપણીઓ બને છે, પતિના ઘરની આસપાસ રહેતા પાડોશીઓની બેનો અને પતિના સગા સંબંધીની બેનો, જુની બહેનપણીઓ તો ક્યારેક એના માઁ બાપનાં ઘરે આવી હોય અને એ જ સમયે આપણે પણ આપણા માઁ બાપનાં ઘરે ગયા હોય ત્યારે જ મળે છે, ક્યારેક ક્યારેક તો વર્ષો પણ લાગી જાય છે, કેમકે કે પછી જવાબદારીઓ માંથી ફુરસદ જ નથી મળતી, ઘરકામ, વ્યવહાર, બાળકો અને ઘણુંબધું બીજું કામ, પોતાના માટે ફુરસદ પણ બહુ ઓછી મળે છે જો પતિને વાળી હોય તો. જો એક રીતે જોઈએ તો એટલાં વર્ષ પછી જઈએ અને એ જગ્યાએ જ્યાં બાળપણની એવી મજા લુંટી હોય ત્યાં એ જુના મિત્રો ન હોય તો રધી ન હોય એવું લાગે છે. એટલાં વર્ષ પછી આવીએ અને એટલું પરીવર્તન થઈ ગયું હોય છે ત્યારે એવું લાગે છે કે આપણે બીજી જગ્યાએ આવી ગયા હોય. કેટલીક બહેનપણીઓ ઘર વેચીને બીજા ગામ રહેવા વય ગય હોય છે, જેની માઁ બાળપણમાં આપણી સાથે રમતી હતી એનું છોકરું આપણી સાથે રમતું હોય છે. માઁ સાથે પણ સરસ રમુજ કરી. 👌😊 જે ઘરમાં બાળપણ વીત્યું હોય છે એ ઘર અને એ જગ્યાની એનર્જી સારી હોય છે. અફસોસ કે શાંતિ હવે એ બાળપણ પાછું નહીં આવે પણ બાળપણું તો અત્યારે પણ આવી શકે છે, એની કોઈ ઉંમર નથી હોતી, જો કે એ તારામાં છે એટલે વધુ કહેવાની કોઈ જરૂર નથી.
બહુજ સરસ વાડી છે તમારા ત્યાં કેટલા ફુટ ઉડાઈ એથી ખારુ પાણી આવે છે ખેતીમાં પાક સારા છે બાકી સંસ્કૃત માં એક વાક્ય છે કાલ પિબન્તિ રસ કાળ એટલે સમય રસ ચુસીલે એટલે બદલાઈ જાય તેમાં ખેતર / વાડી / રસ્તા ધર / ગામ /મકાનો / પાક / રિવાજો બધુ ધીમે ધીમે સમય જતાં બદલાઈ જાય