Тёмный

સન્માન પત્ર, રીટાબેન મગનભાઇ કા’પટેલ, પ્રાથમિક ગુજરાતી શાળા હાડગુડ-આણંદ 

Binal Macwan
Подписаться 1,9 тыс.
Просмотров 3,3 тыс.
50% 1

સન્માન પત્ર, રીટાબેન મગનભાઇ કા’પટેલ, પ્રાથમિક ગુજરાતી શાળા હાડગુડ-આણંદ
માનનીય શ્રીમતી રીટાબેન મગનભાઈ કા. પટેલ
શિક્ષણ થકી ઉન્નત ભારતનું નિર્માણ શક્ય છે એ મંત્રને ધ્યાને લઇ પ્રાથમિક ગુજરાતી શાળા હાડગુડમાંથી વયનિવૃત્તિ ને લીધે વિદાય લઈ રહેલા શ્રીમતી રીટાબેન મગનભાઈ કા પટેલ ને વંદન.
આપશ્રી નો જન્મ તારીખ 12 મી ફેબ્રુઆરી 1964ના રોજ આણંદ જિલ્લાના બોરીયાવી ગામે પિતા શ્રી મગનભાઈ તથા શાંતાબેનના પરિવાર માં પાંચ સંતાનોમાં મધ્ય સંતાન તરીકે થયો. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ આપે આપના વતન બોરીયાવી ખાતે જ પૂર્ણ કરી શિક્ષક થવાની ઉમદા નેમ સાથે એમ. બી. એમ ટ્રેનિંગ કોલેજ બોરસદ ખાતેથી PTC ની પદવી હાંસલ કરી.
સામાજિક ધાર્મિક અને નૈતિક ઉત્થાન ના ઉમદા ધ્યેય સર આપ તારીખ 19.10.1984 ના રોજ આ જ શાળામાં વ્યવસાયે શિક્ષક તરીકે જોડાયા. આજ સમયગાળા દરમિયાન આપની જીવનયાત્રા સંસારગામી બનતા આપે પેટલાદ ના વતની અને PBM પોલિટેક્ષ લિમિટેડ માં કાર્યરત શ્રી રશેષભાઇ સાથે પ્રભુતામાં પગલા માંડ્યા. જેના પરિપાક રુપે આપને પ્રભુ તરફથી શેશાંક અને કિશન જેવા બે તેજસ્વી પુત્રોની ભેટ મળી.
હાડગુડ ગુજરાતી પ્રાથમિક શાળામાં આડત્રીસ વર્ષની સુદીર્ઘ સેવા દરમિયાન આપે બાળકોની સાથે બાળક જેવા તો શૈક્ષણિક સહ કર્મચારીઓ સાથે ઉત્તમ શિક્ષક બનીને પ્રેમ, હુંફ,સેવા સમજદારી અને પ્રતિભાનો પૂર્ણતયા પરિચય કરાવ્યો છે
વિવિધ શાળાકીય પ્રવ્રુતિઓ માં શાળાના વિદ્યાર્થીઓને મહત્તમ સંખ્યામાં સામેલ કરી તેમના સર્વાંગી વિકાસમાં ઉત્તમ યોગદાન આપ્યું છે જેની કદર રૂપે આપ શ્રી ને રોટરી ક્લબ આણંદ તરફથી NATION BUILDER AWARD થી અને પ્રતિભાશાળી શિક્ષક તરીકે ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગે નવાજેલ છે જે આપની પ્રતિભાને ઉજાગર કરતું ઉત્તમ નજરાણું બની રહ્યું.
આપના આવા પ્રભાવક વ્યક્તિત્વને પરિણામે આપના બાળકો જયેષ્ઠ પુત્ર સશાંક અને અનુજ પુત્ર કિશન અનુક્રમે મિકેનિકલ અને સિવિલ એન્જિનિયરિંગ ની પદવી ધારણ કરીને પોતપોતાના વ્યવસાયમાં સંતોષકારક રીતે આગળ વધી રહ્યા છે. સાથે સાથે બંને પુત્રવધૂઓ શુકેતા અને જાનુ પણ પોતપોતાના ક્ષેત્રમાં ઉચ્ચતમ શિખરે પહોંચી શક્યાં છે.
"જ્ઞાનનું અંતિમ લક્ષ્ય ચારિત્ર નિર્માણ હોવું જોઈએ 'પૂજ્ય મહાત્મા ગાંધીજીના આ વિધાનને સાર્થક કરતા આપે બાળકોમાં ચારિત્ર્ય ઉપરાંત જ્ઞાન કૌશલ્ય અને સમાજલક્ષી વિવિધ સંસ્કારોનું સિંચન કર્યું. વિદ્યાર્થીઓને માતૃવાત્સલ્ય નો સ્પર્શ કરાવીને તેમનામાં શીખવાની ધગશ રેડી, શ્રેષ્ઠ માર્ગદર્શન થકી સમાજને ઉત્તમ નાગરિકો પ્રદાન કરવાનું ભગીરથ કાર્ય આપે કર્યું છે.
આજે આપ જ્યારે આપની શૈક્ષણિક કારકિર્દી ને વિરામ આપી રહ્યા છો.ત્યારે આપના જેવા કર્મયોગી,સહૃદયી માતૃવત્સલ અને બાળકોના અતિપ્રિય ગુરુજનની શાળા પરિવાર જરૂર ખોટ અનુભવશે.
આપનું હવે પછીનું શેષ જીવન નિરામય....તંદુરસ્ત રહે પરિવારની હૂંફ અને પ્રેમ સતત મળતાં રહે તેવી પ્રાર્થના સાથે આપની અમૂલ્ય સેવાઓને બિરદાવતાં પ્રાથમિક ગુજરાતી શાળા હાડગુડ આ સન્માન પત્ર આપના પવિત્ર કરકમલો માં અર્પણ કરતા પ્રેમ આનંદ,ગૌરવ, ઋણાનુભવ અને વિરહની મિશ્રીત લાગણી અનુભવે છે.
આપના સ્વસ્થ આયુષ્યની પ્રાર્થના સહ..

Опубликовано:

 

9 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 9   
@atulkumarpatel7351
@atulkumarpatel7351 2 года назад
Congratulations 🥳
@roock_star_1234
@roock_star_1234 2 года назад
Nice One
@BeGeniusjd
@BeGeniusjd 2 года назад
ખૂબજ સુંદર... Digital સન્માન પત્ર ખૂબજ નવીન વિચાર... ઉત્તમ... બેનશ્રીનું શેષ જીવન ખુબજ સુંદર રીતે પસાર થાય તેવી પ્રાર્થના...ગુજરાતી શાળા શ્રેષ્ઠ શાળા... વડતાલ... જગદીશભાઈ... મ.શિક્ષક...
@azamalisayed7176
@azamalisayed7176 2 года назад
Rita ben is good sister of HADGOOD
@jenetchristian6680
@jenetchristian6680 Год назад
ખૂબ સરસ સાહેબ..👍👍👍
@nimishapatel4268
@nimishapatel4268 2 года назад
Nice🙏🙏
@BhanuprasadPanchal
@BhanuprasadPanchal 22 дня назад
good
@pinazbanusaiyad9248
@pinazbanusaiyad9248 2 года назад
One of the best teacher of my life...She is not only teacher she is one of the best personality, Inspiring woman of my school...
Далее
Dragon Blood Whitening Cream
00:35
Просмотров 2,9 млн
Teacher Retirement Speech in Gujarati
14:01
Просмотров 7 тыс.
Dragon Blood Whitening Cream
00:35
Просмотров 2,9 млн