Тёмный

સાગ સીસમ નો મારો ઢોલિયો રે - અરુણાબેન ( કિર્તન લખેલું નીચે છે) દિવાળી 2023 

Nimavat Vasantben Tulsidas
Подписаться 208 тыс.
Просмотров 148 тыс.
50% 1

સાગ સીસમનો મારો ઢોલિયો રે
અમરા ડમરાના વાણ પ્રભુજી બેઠા ઢોલીયે રે...
રત્ને જડેલો મારો વીંઝણો રે
રાધાજી ઢોળે વાહર પ્રભુજી બેઠા ઢોલીયે રે...
હાથથી વછૂટ્યો વિંજણો રે
મુખેથી વછૂટી વાણી પ્રભુજી મેણા બોલીયા રે...
આહિર કેરી દીકરી રે
શું જાણે સેવાની રીત પ્રભુજી મેણા બોલીયા રે...
છાશ ને રાબડી આરોગતી રે
શું જાણે પ્રેમની રીત પ્રભુજી મેણા બોલિયા રે...
નેહડે નેહડે રખડતી રે
વેચંતી મહિના માટ પ્રભુજી મેણા બોલીયા રે...
ભરતી જમનાજીના નીર ને રે
સરખી સાહેલીને સાથ પ્રભુજી મેણા બોલીયા રે...
રાધા એ દાદાને તેડાવીયા રે
દાદા મોરા વેલેરા આવો પ્રભુજી મેણા બોલીયા રે...
દાદા ઉતર્યા ફૂલ વાડીએ રે
જમાઈરાજા મળવાને જાય પ્રભુ ભરોસે વરીયા રે...
શું રે ઢોળ્યું ને શું ફોડિયું રે
શું રે કર્યા ભંજવાડ પ્રભુ ભરોસે વરિયા રે...
કારા તે ગૃહમાં જનમીયો રે
અડધી રાતે ગોકુળમાં જાય પ્રભુ ભરોસે વરિયા રે...
માતા જશોદાએ ઉછેરીર્યા રે
નથી જોયા માત અને તાત પ્રભુ ભરોસે વરિયા રે...
વન રે વગડાની વાટમાં રે
જોતો તો મૈયારણ ની વાટ પ્રભુ ભરોસે વસીયા રે...
ચડતો કદંબ કેરા ઝાડવે રે
લૂંટી ખાતો મહીયારણના માટ પ્રભુ ભરોસે વસીયા રે...
આટલું સાંભળીને પ્રભુ ઉઠીયા રે
નો આવી મનડામાં રીસ પ્રભુજી ઘેર મનામણા રે...
રામ રામ કરીને ભેટીયા રે
ક્યારે આવ્યા મારા તાત પ્રભુજી ઘેર મનામણા રે...
ઘણા હોંશે ઘેરે આવીયા રે
ખૂબ કર્યા સન્માન પ્રભુજી ઘેર મનામણા રે...
અધિક રસોઈ તૈયાર કરી રે
વિધવિધ ના પકવાન પ્રભુજી ઘેરે મનામણાં રે...
ભેગા બેસીને જમાડિયા રે
રિઝવવા રાધાજીના તાત પ્રભુજી ઘેર મનામણા રે...
રાધાકૃષ્ણની રમતડી રે
સુણજો નર ને નાર પ્રભુજી ઘેર મનામણા રે...
#Vasantben
#કીર્તન
#Vasantben_Nimavat
#Gujarati_Kirtan
#Gujarati_Traditional_Kirtan
#Gujarati_Bhakti_Geet
#Satsang_Kirtan
#Bhajan_Kirtan
#વસંતબેન
#વસંતબેન_નિમાવત
#સત્સંગ
#ગુજરાતી_કીર્તન
#ભક્તિ_સંગીત
#Lilivav
#લીલીવાવ

Опубликовано:

 

17 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 70   
Далее
Mini bag sealer
00:58
Просмотров 5 млн
Mini bag sealer
00:58
Просмотров 5 млн