પહેલાતો વિજયભાઈનો આભાર કે ઘણી મહેનત કરી કે જેના વખાણ કરીયે તેટલો ઓછો પડે એવા સાધ્વીજીને પ્રશ્નો પૂછી હરકોઈના જીવનમાં ઉપયોગી થાય એવા વિડોયોના માધ્યમથી વહેતો કર્યો. ધન્યવાદ 🌹🙏જય હો સાધવીજી 🙏🌹
અદભુત ખૂબ સુંદર સરસ સત્સંગ નો લાભ મહાત્મા સાધ્વીજી દ્વારા પ્રાપ્ત થયો ખૂબ ઓછા સાધ્વીજી ઓ જીવાત્મા વિષે આવુ ઉચ્ચ જ્ઞાન ધરાવેશે મહાત્મા સાધ્વી જી ને કોટી કોટી નમન.
આપના અનેક ઇન્ટરવ્યૂ મે જોયા સાંભળ્યા છે પરંતુ આ સાધ્વીજી ની વાત બહુ સ્પર્શે છે . મારા પ્રણામ ક્યારેક યોગ બનશે ત્યારે ચોક્કસ દર્શન કરીશ . સાંપ્રત સમય માં આવા મહાત્મા ઓ ની જરૂર છે . પુનઃ મારા પ્રણામ અને વિજયભાઈ આપના મેઘાણી કાર્ય ને હૃદયપૂર્વક નાં ધન્યવાદ
સાધ્વીજી તમારા જ્ઞાન અને જવાબ માટે તો સુ કહીએ પણ સાધુ સાધુ સાધુ કહેવા નું મન થાય સે સાચા ❤ થી જયહો તમારા માં બાપ ને જેની આવી જગદંબા ને જન્મ આપ્યો જય ભારત.... કોટી કોટી વંદન જય માતાજી... જીવન માં તમારા દર્શન જરૂર આવીશું.. મારા મનમાં કેટલા મોટા પ્રશનો ના જવાબ કેટલા સંતોષ કારક આપ્યા જય હો
ઊર્જા વળી દેવી. વાત કરો એટલું.સહેલું.નથી...ઇન્દ્રિયો અંકુશ કરવા માટે નથી..ભોગવવા માટે છે માટેજ. શિવ પાર્વતી ના.લગ્ન થયા હતા.અને બાળકો પણ હતા. તમામ ભાગવાનો સંસારી હતા. જો ઇન્દ્રિય ઉપર કાબૂ રાખવો હોત તો. સંસાર ભોગવત.નહી. જીવન ભાગી જવા માટે.નથી. જીવન સંસાર માંથીજ. બધું.મેળવવાની વાત છે.ભાગ્ય એ ભટકી.ગયા..સંતો ઘર મૂકી આશ્રમ ને.ઘર.બાવનાવે છે. શિષ્યો ને દીકરા. ગુરુ.ને બાપ.બનાવે છે અંતે .જે મૂક્યું.એ. નવું આધાર કાર્ડ.કુપન બનાવે છે , જ્યાં સુધી રૂપિયા મિલકત મોહ છે.ત્યાં બધું નકામું છે. જીવન બહુ ટૂંકું છે.પરંતુ મોહ લાલચ સ્વાર્થ ઇન્દ્રિય શુખ. એ.બધું જન્મો ના જન્મો હજારો જન્મ સુધી સાથે આવ્યાજ કરે છે. ભારત માં.આવી વાતો કરનારા નો ત્રોટો નથી. અને સાંભળ નારા નો પણ ત્રોતો નથી. ચાલવા દો જય માતાજી
પહેલાંની દેવી હતી કોઈ કહે અંબાજી કોઈ કહે પાર્વતી તેઓ નાં અનેક નામો હતા તો આજે આવી સતી નારીયુ અવતાર લીધો છે ભારત દેશ મહાન છે જ્યાં આવિ જગદ અંબાયુ છે ત્યાં દેશ નો વાળ વાંકો નહીં થવાદે ધન્ય છે માતા ધન્ય છે દેવી અવતાર
જય હો જય હો મહંત શ્રી યોગીની મહેશ્વરી નાથજી ગુરુ માતાજી ના મુખેથી કહી શકાય કે એક સંત ના મુખેથી સંતવાણી 🙏 નો ખુબ જ આનંદ થાય વિજયભાઈ માતાજી નો બીજો પાર્ટ બનાવો તો બહું જ સુંદર માતાજી જટીલ પ્રસન્ન નો કેટલાં જવાબ માતાજી સરળતાથી સમજાવ્યા બહું જ ધ્યાન થી સાંભળયા બહું આનંદ થયો વિજયભાઈ એક ઈન્ટરવ્યુ ગુજરાત નાં ગરવા ગાયક રમેશભાઈ પરમાર ની મુલાકાત કરો એમની જીવન ઝરણી નું ઇન્ટરવ્યૂ કરો એવી આશા રાખી રહ્યા છીએ જય હો સંતવાણી ભજન 🙏🙏
ખૂબ સરસ, સાધ્વી માતાજી એ વ્યક્તિને પોતાની ઉર્જા કામવાસનાને રોકી અન્ય પ્રવુતિઓ અપનાવીને યોગ, પ્રાણાયમ, કસરતની દિશામાં વાળી પોતાની વ્યક્તિગત સમજણ પૂર્વક વર્તન કરે અને સફળ થાય છે,વાત,કાછ,મન નિશ્ચલ રાખે એ સિદ્ધ કરે એ સાધુ છે, ધન્યવાદ.
અદ્ભુત જ્ઞાનસ્પદ વાતચીત. સાધ્વી મહેશ્વરી માતા ને આ દાસાનુદાસ ના ભાવપૂર્ણ પ્રણામ. 🙏વિડીઓ ની શરૂઆત માં ખુબ શંકા હતી કે આજકાલ ના યુટ્યુબ ઘેલા સાધુ સંતો ની જેમ ઉપરછલ્લું જ્ઞાન લીધેલા કોઈ સાધ્વી હશે પણ આપના જવાબો સાંભળી ને આપના ગુઢ જ્ઞાન નો અનુભવ થયો. માતા ને એટલું જણાવવાનું કે કલિયુગ નો અંત સમય આવી ચુક્યો છે. ભગવાન કલ્કી ધરા પર છે અને ભક્તો નું એકત્રીકરણ થઇ રહ્યું છે. જો આપ ને યોગ સાધના કે ગુરુગમ જ્ઞાન દ્વારા આ વાત નો પૂર્વાભાસ હોય તો વધુ માહિતી માટે આપ "Pandit Kashinath Mishra Bhavishya Malika" લખીને યુટ્યુબ પર સર્ચ કરી શકો છો. ભગવાન કલ્કી ની ઈચ્છા હશે તો તમને ભગવાન તરફ આગળ વધવા કંઇક સંકેત પણ મળશે.
કળ યુગ નો અંત આવસે પરંતુ નજીક માં નથી કળયુગ ના કેટલાં વર્ષો ગયાં છે કેટલાં વર્ષો બાકી છે એ ખ્યાલ છે કે નહી ખાલી કળયુગ પૂરો થવાની નજીક માં છે લખવા થી નજીક માં ના હોય એની પુરી માહિતી હોવી જોઈએ
માતાજી હું એક સવાલ કરું છું હું સંસારી છું હું દાદા પણ બની ગયો છું મારું મન સંસાર માં પહેલે થી ઓછું લાગતું પણ હું કર્મ બંધન થી બંધાયેલ છું કદાચ એટલે હું ઘર ને ત્યાગ નથી કરી શકતો શું હું ઘર છોડી દય ભક્તિ કરું તો મારા સંસારી બંધન નો દોસ લાગે ખરો અને આગલા જન્મમાં છૂટેલા વ્યક્તિ સાથે મારું કર્મ બંધન રહે કે નહિ
વિજય ભાઈ તમારી મહેનત સફળતા માટે નિરંતર ગતી કરીને ઍક ઍક અણમોલ રતનો નાં દર્શન કરાવી રહ્યા છો હું આપને ઘણાં વર્ષો પહેલાં થી ફોલો કરી રહ્યો છું... પૂજય શ્રી સાધ્વીજી ને સાદર પ્રણામ કરું છુ જય માતાજી જય પરશુરામ
જય માતાજી આપની દિવ્ય વાણી સાંભળીને ખુબ જ મનને શાંતિ મળી આપનો આશ્રમ ક્યાં આવેલો છે માતાજી આપના અને આપની તપસ્યા ભુમિ નાં દર્શન કરવા માટે આવવું છે તો ક્યાંથી આવી શકાય માતાજી આપના ચરણોમાં કોટી કોટી વંદન