Тёмный

હિમાલય શિખરેથી ઉતર્યા રે -શિવપાર્વતી નો સંવાદ - ઉષ્માબેન ( કિર્તન લખેલું નીચે છે) શ્રાવણ માસ - 2023 

Nimavat Vasantben Tulsidas
Подписаться 208 тыс.
Просмотров 125 тыс.
50% 1

હિમાલય શિખરે થી ઉતર્યા રે
શિવ શંકરની નાર માતા પાર્વતી
શંકર બેઠા છે ધ્યાનમાં રે
એમ કરે છે વિચાર માતા પાર્વતી...
ઉમાએ યોગ વિદ્યા કરી રે
લીધું છે ભીલડી નું રૂપ માતા પાર્વતી
ખણખણ ખનકે ચુડલો રે
રૂમઝૂમ ઝાંઝર થાય માતા પાર્વતી...
આશ્રમની આજુબાજુ વાળતા રે
શિવને અંગે અથડાય માતા પાર્વતી
ભીલડી એ નૃત્ય ત્યાં આદર્યું રે
છૂટ્યા શંકરના ધ્યાન માતા પાર્વતી...
બીડેલા નેત્રો ખુલી ગયા રે
શંકર ભૂલ્યા છે ભાન માતા પાર્વતી
મુખ મલકાવી ઘૂંઘટ ખોલ્યો રે
પગનો દીધો ઠમકાર માતા પાર્વતી...
આસન ખંખેરી શિવ ઉઠિયા રે
ભરમાયો ભૂપનો ભૂપ માતા પાર્વતી
ભીલડી નો હાથ પકડી લીધો રે
ચાલો અમારી સાથ રૂપસુંદરી...
અમે જંગલના ભીલડા રે
તમે સાક્ષાત ભોળાનાથ મહાદેવ જી
જટા ભુજંગ જોઈ બી જઈએ રે
અંતરમાં થાય ઉત્પાત મહાદેવ જી...
જટા કપાવું કાઢું દાઢડી રે
પેરુ હું હીર ના ચીર રૂપસુંદરી
કહો તો ભગાડુ ભુજંગ ને રે
રૂપ કરું અનુપમ રૂપસુંદરી...
ગંગા પાર્વતી બેય નારીયુ રે
ત્યાં શું અમારા માન મહાદેવજી
પાર્વતીને પિયરે વળાવશું રે
ગંગાજી ને વળાવું આસમાન રૂપ સુંદરી...
ક્રોધી અમારો કંથડો રે
જાણે તો મારો કરે નાશ મહાદેવજી
કંથડો તમારો મનાવશું રે
હીરા મોતીની દેશું ખાણ રૂપસુંદરી...
એમ કહી હાથ પકડી લીધો રે
પ્રગટ્યા પાર્વતી સાક્ષાત મહાદેવજી
ભોઠા પડીને ભોળા ભાગીયા રે
ચાલ્યા ઉમાને સાથ મહાદેવજી...
કૈલાશ પર કીધા એના બેસણા રે
શિવે સંભાળ્યો સંસાર મહાદેવજી
ગાય શીખે ને સુણે સાંભળે રે
શંકર પૂરે એની આશ મહાદેવજી...
હિમાલય શિખરે થી ઉતર્યા રે...
#Vasantben
#કીર્તન
#Vasantben_Nimavat
#Gujarati_Kirtan
#Gujarati_Traditional_Kirtan
#Gujarati_Bhakti_Geet
#Satsang_Kirtan
#Bhajan_Kirtan
#વસંતબેન
#વસંતબેન_નિમાવત
#સત્સંગ
#ગુજરાતી_કીર્તન
#ભક્તિ_સંગીત
#Lilivav
#લીલીવાવ
#શ્રાવણ_2023
#શિવ_કીર્તન
#મહાદેવ_કીર્તન
#ભોળાનાથ_કીર્તન
#શિવ_ભક્તિ

Опубликовано:

 

17 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 142   
Далее
Каха и жена (недопонимание)
00:37
@HolyBaam ультанул в конце 🧨
00:34
Просмотров 375 тыс.
Каха и жена (недопонимание)
00:37