પૂછતી નહીં કેટલો પાગલ… કેટલો પાગલ… આભમાં જોને કેટલાં વાદળ… એટલો પાગલ… ઝાડનું નાનું ગામ વસાવ્યું ને ફૂલને તારું નામ દીધું છે. ભમરા તને ગુંજયા કરે: ગુંજવાનું મેં કામ દીધું છે. જળને તારું નામ દઈ ઢંઢોળી દેતો. ખોવાઈ ગયેલા નામને મારા ખોળી લેતો. નદી તારા નામની વહે: એ જ નદીનું જળ પીધું છે. આપણા પ્રેમની, સુખની દુ:ખની વાત કરું છું શબ્દો આગળ. પૂછતી નહીં કેટલો પાગલ… કેટલો પાગલ… પ્હાડની ઉપર સૂરજ ઊગ્યો: રાતના ઊગ્યા તારા. દિવસ અને રાત તો તારા નામના છે વણજારા. ધરતીમાંથી નામનાં તારા તરણાં ફૂટે. ઝરણાં તારા નામને ઝીણા લયમાં ઘૂંટે. સાગર, ખડક, પવન, સડક, ઝૂંપડી, મકાન… સૌને તારું નામ કીધું છે. નામ તો તારું ગીતને માટે સાવ કુંવારો કોરો કાગળ… પૂછતી નહીં કેટલો પાગલ… કેટલો પાગલ…
So much emotions and expressions embedded in a song. Ek ek vibrations ne sur hradaysparchi. Kasey bhool thi pan chook nathi thayi😃great to hear you always.
mind blowing.. after watching this performance i couldn't resist myself to watch all your performances in this event.. thanks GSTV for this wonderful video .. enjoyed a lot..
Mind blowing... Mostly I never spend time on watching songs videos but once I listen 👂 this ...m gone ...it's killer ..what a beauty of words and voice ....no one can beat 👍🙏 great combination.. Listened same song in Roop Kumar rathod's voice but na Maja ayi😀🥰🥰🥰👏
Tu puchati nhi eshavariya ke hu tara gito sambhalva pachhal ketali pagal chhu ane agit to hu divas ma kamse kam 5 thi 7 var samlu nhi tya sudhi mne chen nthi padtu. Mne khabar chhe be ke ek singar ne ketali mhenat karvi pde chhe. Ane hu bi ek singar chhu chata tara gito pachad etli pagal chhu ha eshavariya tu puchhati nhi ketali pagal ketali pagal...... Manisha babariya. Bombe.