Тёмный

Daily rituals of great woman writer : Varsha Adalja & Gita Manek 

Gujarati Sahitya Forum
Подписаться 1,8 тыс.
Просмотров 330
50% 1

ગુજરાત સાહિત્ય ફોરમ દ્વારા આયોજીત વષૉ બહેન. અડાલજાનું વકતવ્ય ને સાથે મોડરેટર તરીકે હતા ગીતા. માણેક.બંને ની જોડીએ વકતવ્ય ને ખાસ્સું રસપ્રદ બનાવ્યું.
વષૉબહેનનો પરિચય આપતા ગીતા. માણેક જણાવ્યું કે સાહિત્ય ને લગતા મોટા ભાગના એવોર્ડ ના વિજેતા વષૉબહેન છે.તેમાં ભગિની નિવેદિતા એવોર્ડ તેમની યશસ્વી કારકિર્દી માં મોરપીંછ સમાન છે.
ગુજરાતી સ્ત્રી એક ગૃહિણી છે, માતા છે ને સાથે લેખન ની પ્રવૃત્તિ એટલે જીવન ના દરેક તબક્કે સંઘર્ષ ને સમાધાન. ને સાથે સાથે કૌટુંબિક જીવનના ત્રાજવાનુ સમતોલન રાખવાનું લગભગ અશક્ય લાગતું કાયૅ પ્રશંસનીય રીતે પૂરું પાડનાર વષૉ બહેન ને કોટિ કોટિ વંદન.
વકતવ્ય ની શરૂઆત માં વષૉ બહેને જણાવ્યું કે તે રંગભૂમિ ના પણ કલાકાર હતા, એક વખત તેમના નાટક માં હાજરી આપવા મોરારજી દેસાઈ માત્ર દસ મિનિટ માટે આવ્યા હતા પણ પછી અંત સુધી તેમની ઉપસ્થિત રહ્યા હતા જે તેમની અભિનય ક્ષણ તે દશૉવતો પ્રસંગ કહી શકાય.
પિતા ના મૃત્યુ સાથે જીવન માં પણ અકલ્પ્યનીય વળાંક, જેનો તેમણે કયારેય સ્વપ્ન માં વિચાર કયોઁ નહતો. પિતા ના મૃત્યુ ના તેરમા દિવસે અજંપા ભરી માનસિક સ્થિતિ માં થી બહાર આવવા હાથમાં કલમ પકડી ને રંગભૂમિ નો સાથ છૂટી ગયો. કદાચ રંગભૂમિ નો સાથ છૂટવાથી સમય પસાર કરવા હાથ માં કલમ પકડી એ એક યોગાનુયોગ કહી શકાય.
તે ઘટના આપણાં માટે આવકારદાયક રહી, ગુજરાતી સાહિત્ય ને તેમના લખાણો નો અમૂલ્ય ખજાનો મળ્યો.
રાજકોટથી લઇને વોશિંગ્ટન ડી સુધીના પુસ્તકાલયમાં તેમનું સાહિત્ય ઉપલબ્ધ છે તે નાની મોટી સિદ્ધિ ન કહેવાય.
મૂળ હકીકત, સત્ય હકીકત ને વાતૉ કે નવલકથા ના ઢાંચામાં ઢાળવાનું તેમનું મુખ્ય ધ્યેય રહયું છે. તે માટે કરવું પડતું સંશોધન ને નાની દીકરી સાથે વાસ્તવવિક સ્થળનો રઝળપાટ તે તેમના સંઘર્ષ ની પરાકાષ્ઠા કહી શકાય. નાની દીકરી સાથે છોટાઉદેપુર નો પ્રવાસ નો હ્રદય દ્રાવક પ્રસંગ શ્રોતાઓને ભાવવિભોર કરી ગયો .
રકતપિત્ત ના દર્દી ઓના જીવન આધારીત વાતૉ માં તે આશ્રમ ની મુલાકાત ને ત્યા ના રહેવાસી ઓની આપવીતી ને કલમ દ્વારા સમાજ સુધી પહોંચાડવાનું ભગીરથ કાર્ય પણ તેમણે નિભાવ્યું છે.
વિયેતનામ યુધ્ધ પર આધારિત વાતૉ માટે પણ ખૂબ સાહિત્ય, લખાણ ભેગું કરી, રશિયન ને અમેરિકન એમ્બેસી ના અવિરત ધકકાની વાત સાંભળીને શ્રોતાઓને સ્ત્રી શકિતનો પરિચય કરાવ્યો.
મધ્ય પ્રદેશ ના જંગલમાં ટાંચા સાધન સાથે સાચા પાત્રો ની શોધ માં રખડવું તેના અનુભવો તો સાંભળતા આપણાં રૂંવાડા ઊભા થઈ જાય.
અંતે સ્ત્રી તરીકે રસોડાની કામગીરી કરતાં એક હાથ રસોઈ કરવામાં ગૂંથાયેલો હોય ને બીજા હાથે પુસ્તક ના પાનાઓ ઉથલાવી માહિતી એકઠી કરતાં હોય કે લેખનકાયૅ કરતાં હોય, તે સાંભળી આપણને વિચાર જરૂર આવે કે આજની ઘણી મહિલાઓ ફરિયાદ કરતી હોય છે કે ઘરકામ માં થી સમય મળે તો ઇતરપ્રવૃતિ કરીએ ને તેમને તો જબરજસ્ત લપડાક છે.
કહેવાય છે મન હોય તો માળવે જવાય.
તેમના જીવન નું સાફલ્ય તો તેમના જ પાત્રો તેમને મળવા આવે છે તે છે. પાત્રો ને મળવાનો અવર્ણનીય આનંદ આજે તેઓ માણી રહ્યા છે.
ખૂબ ખૂબ આભાર વષૉબહેન અને ગીતાબહેન.
આભાર કોકિલા બહેન અને તેમની ટીમનો.
સ્વાતિ. દેસાઈ.

Опубликовано:

 

8 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 2   
Далее
NADIR ALI PODCAST FEATURING DR ZAKIR NAIK !!
1:41:28
Mother Tongue Pride : Prof  Dr  Suman Shah
1:06:34
would you eat this? #shorts
00:13
Просмотров 4,3 млн
PUBG MOBILE | Metro Royale: Fun Moments #4
00:16
Просмотров 386 тыс.
Smile is free therapy : Yamini Patel
47:11
Learn Git - Full Course for Beginners
3:43:34
Просмотров 698 тыс.
Siddharth Mankiwala
1:08:38
Просмотров 553