Тёмный

Eklo jaane re | Tagore | Mahadevbhai Desai | Amar Bhatt 

Amar Bhatt
Подписаться 1 тыс.
Просмотров 5 тыс.
50% 1

તારી જો હાક સુધી કોઈ ના આવે તો એકલો જાને રે!એકલો જાને, એકલો જાને, એકલો જાને રે! - તારી જો …
જયારે કોઈ મુખ ના ખોલેઓ રે ઓ રે ઓ અભાગી ! કોઈ મુખ ના ખોલેજયારે સૌ કોઈ બેસે મુખ ફેરવી; ભયથી કાંઈ ના બોલેત્યારે હૈયું ખોલી, અરે તું મન મૂકી,તારા મનનું ગાણું એકલો ગાને રે ! - તારી જો …
જયારે સૌએ પાછાં જાય,ઓરે ઓ રે ઓ અભાગી ! સૌએ પાછાં જાય;
જયારે રણવગડે નીસરવા ટાણે, સૌ ખૂણે સંતાય
ત્યારે કાંટા રાને તારે લોહી નીગળતે ચરણેભાઇ એકલો ધા ને રે ! - તારી જો …
જયારે દીવો ન ધરે કોઇ,ઓ રે ઓ રે ઓ અભાગી !
દીવો ન ધરે કોઇ,
જયારે ઘનઘેરી તોફાની રાતે દ્વાર વાસે તને જોઈ,
ત્યારેં આભની વીજે, તું સળગી જઇનેસૌનો દીવો એકલો થાને રે ! - તારી જો …
મૂળ બંગાળી: રવીન્દ્રનાથ ટાગોર
સમગેય અનુવાદ: મહાદેવભાઈ દેસાઈ
ગાયક: અમર ભટ્ટ
1905માં લૉર્ડ કર્ઝ્ને બંગાળના ભાગલા પાડ્યા. ત્યારે એનો વિરોધ થયો. ટાગોર એ સમયે ગિરદિહ (જે અત્યારે ઝારખંડમાં છે) હતા. એમણે દેશદાઝ જગવતાં 23 કાવ્યો લખ્યાં. એમાંનું આ કાવ્ય છે. લોકો સરળતાથી યાદ રાખી શકે માટે આ કાવ્યોના ઢાળ બંગાળી લોકઢાળ પર રાખ્યા. મહાદેવભાઈ દેસાઈએ કરેલો આ સુંદર સમગેય અનુવાદ છે. શબ્દો ગુજરાતી છે, ઢાળ બંગાળી છે.
ભારતીય વિદ્યા ભવન, ચોપાટી,મુંબઈમાં ગાંધી સાર્ધ શતાબ્દી વર્ષ 2019માં નિરંજન મહેતા, ઉદયન ઠક્કર અને કમલેશ મોતાના સંયોજનમાં યોજાયેલ કાર્યક્રમ ‘સહજ સમાધિ ભલી’માં મેં આ રજૂ કરેલું.
અમર ભટ્ટ

Опубликовано:

 

20 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 10   
@9134able
@9134able 8 месяцев назад
આવાં દૃઢતાનાં ગીતો આમ છુપાયેલા રહે તે કેમ ચાલે!
@singingowldhimantgandhi3703
@singingowldhimantgandhi3703 8 месяцев назад
પૂજ્ય સ્વ. શ્રી ભાઈલાલ ભાઈ શાહ ના અવિસ્મરણીય દૈવી અવાજ માં સવાર માં થતી પ્રાર્થના માં જ્યારે દ્રુત લય માં આ ગીત ગવાતું હતું ત્યારે આખી દુનિયા એક બાજુ રહી જતી હતી.
@singingowldhimantgandhi3703
@singingowldhimantgandhi3703 8 месяцев назад
પૂ. શ્રી અમર ભટ્ટજી નો અવાજ ખુબ જ ભાવવાહી અને અદ્વિતીય છે અને એમનો પરિચય મને જાણીતા જૂના ગુજરાતી ગાયક નંદકુમાર વ્યાસ ( છોડી કેદાડા ની પૈણું પૈણું કરતી તી) દ્વારા મળેલો. જેટલી ગુજરાતી કવિતાઓ ગાઈ શકો એટલી સંગીતબધ્ધ અને સ્વરબધ્ધ કરજો. આપના ઉત્તમ સ્વાસ્થ્ય માટે અંગત પ્રાર્થના. જય ગરવી ગુજરાત અને જય જય ગરવી ગિરા ગુર્જરી.
@vimalkathiriya871
@vimalkathiriya871 8 месяцев назад
Jordar..Sir.. i like..And ..Love..
@shrikantfinstock-lp8sm
@shrikantfinstock-lp8sm 10 месяцев назад
Amar bhai tusi great ho
@devangrbhatt2096
@devangrbhatt2096 Год назад
Wah.Gr8.
@sanjeevshah9754
@sanjeevshah9754 5 месяцев назад
વાહ
@rajnikantdave7802
@rajnikantdave7802 Год назад
Thank you very much mara hradaya purvak no abhar.from rajnikant Girjashankar Dave.jai hatkesh.
@sarlachitnis50
@sarlachitnis50 6 месяцев назад
In childhoodma.this song gramaphon record par sambhlelu kanthhsth hatu pan shabdao jara aaghapachha thata today gothhavaya .khub gamyu.thanks.❤.my father gandhivadi hata.gharma this avarnavar vage.thanks again.🎉🎉🎉
@drdurgeshmodi7106
@drdurgeshmodi7106 Год назад
અમારી શાળા શેઠ ચી. ન. વિદ્યાવિહારના સ્નેહરશ્મિ પ્રાર્થનામંદિરમાં આ ભાવાનુવાદિત ગીત નિયમિત ગવાતું. મારું પ્રિય ગીત. ♥️
Далее
WHO IS MORE GREEDY?!
00:18
Просмотров 1,2 млн
Pts. Rajan-Sajan Misra | Chalo Mann Vrindavan
15:04
Просмотров 718 тыс.