Тёмный

FBIએ USAમાં રમખાણો થવાની ચેતવણી આપી, બાઈડન પણ ટેન્શનમાં 

I am Gujarat
Подписаться 121 тыс.
Просмотров 4,7 тыс.
50% 1

અમેરિકામાં 2020માં ઈલેક્શન પૂરૂં થયું તેના થોડા દિવસોમાં જ હિંસક રમખાણો ફાટી નીકળ્યા હતા જેનું એક કારણ ટ્રમ્પ દ્વારા કરાયેલી કથિત ઉશ્કેરણી પણ હતું. જોકે, 2024માં પણ આ સ્થિતિનું નિર્માણ થઈ શકે છે તેવી વોર્નિંગ હોમલેન્ડ સિક્યોરિટી અને FBIના એક જોઈન્ટ ઈન્ટેલિજન્સ બુલેટિનમાં આપવામાં આવી છે. આ બુલેટિનમાં એવું પણ જણાવવામાં આવ્યું છે કે રમખાણોમાં પોલિટિકલ કેન્ડિડેટ્સ તેમજ ઈલેક્ટેડ ઓફિશિયલ્સને ટાર્ગેટ બનાવવામાં આવી શકે છે. CBSના એક રિપોર્ટ અનુસાર 04 ઓક્ટોબરના આ બુલેટિનમાં જણાવાયું છે કે નવા પ્રેસિડેન્ટ 20 જાન્યુઆરી 2025ના રોજ શપથ લેવાના છે અને આ દિવસે ‘ડોમેસ્ટિક એક્સ્ટ્રીમિસ્ટ’ હિંસા આચરતા સીધી કે આડકતરી રીતે ઈલેક્શન લડનારા તેમજ તેની પ્રક્રિયામાં સામેલ લોકોને ટાર્ગેટ બનાવી શકે છે. આ ઉપરાંત, મીડિયા, પોલિટિકલ પાર્ટીના પ્રતિનિધિઓ અને રાજકીય વિરોધીઓ પર પણ હુમલા થવાની સંભાવના આ બુલેટિનમાં વ્યક્ત કરવામાં આવી છે. રમખાણો કરનારા લોકો વોટિંગ લોકેશન્સ, જાહેર સ્થળો અને કેમ્પેઈન ઈવેન્ટ્સને પણ ટાર્ગેટ બનાવી શકે છે.
જુઓ અમારી વેબસાઈટ: www.iamgujarat...
વધુ વિડીયો જોવા માટે ક્લિક કરો: gujarati.times...
IamGujarat સાથે વોટ્સએપ પર જોડાઓ: chat.whatsapp....

Опубликовано:

 

5 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии    
Далее
Launch of PM E-DRIVE
1:45:40
Просмотров 5 тыс.