Song Mado Saiyam
Singer - Mumukshu Saloni Jain
Project By - CA Devansh Doshi
Lyrics - Chaitali Ben Kubadia
Video footage - Prit shah and Bipin Bhai
Video Editing - Param path - Prashant Chouradia
Flute - Shashank Acharya
જૂઠી જગની માયા છે, સંયમનો અભિલાષ,
તીર્થંકરનો પંથડો, ધરું મુક્તિની આશ,
શૌર્ય તું દે મુજમાં અપાર, રોમેરોમે વિરતી સંચાર,
ગુરુવરના હસ્તે મળે, રજોહરણનું મુજને દાન,
મળો સંયમ..મળો સંયમ..મળો સંયમ..પ્યારો સંયમ...
સિદ્ધશીલામાં વાસ કરવા, ધરવા છે વીરવેશ ઉજળાં,
મોહરાજાને માત આપી, કષાયોને કરવા છે સવળાં,
પંચમહાવ્રત હો મુજ પ્રાણ, ગુરુઆણા બનજો મુજ શ્વાસ,
તારણહારા ગુરૂવરથી, નિકટ લાગશે મોક્ષના દ્વાર,
મળો સંયમ..મળો સંયમ..મળો સંયમ..પ્યારો સંયમ...
વાત્સલ્ય-કરુણાથી ભર્યાં, એવા ગુરુવર મુજને મળિયા,
રાગી થી વીતરાગી થવાના, ભાવ ઉરમાં આજે પ્રગટ્યા,
પગલે પ્રભુનાં ચાલવા કાજ, ગુણશૃંગારનો સજવો સાજ,
પ્રવજ્યા રસનો પાન કરવા, ત્યજવો મારે આ સંસાર,
મળો સંયમ..મળો સંયમ..મળો સંયમ..પ્યારો સંયમ...
મળો સંયમ..મળો સંયમ..મળો સંયમ..પ્યારો સંયમ...
15 сен 2024