NEW SONG LAUNCHED BY HRIDAYPARIVARTAN TEAM
SONG : વારાહી ના શાંતિપ્રભુ
-------------------------------------
LYRICS : P. P. PANYAS UDAYRATNAVIJAYJI
-------------------------------------
MUSIC : HARDIK PASAD
-------------------------------------
SINGER : SAHIL DOSHI
-------------------------------------
CINEMATOGRAPHY : NEERAJ SONI
-------------------------------------
સૌજન્ય : દર્શન યાત્રા
-------------------------------------
SOULFULL LYRICS
વારાહી મંડણ શ્રી શાંતિજિન સ્તુતિ પંચક
છ'રી પાલતા શ્રી સંઘમાં નિશ્રા મળી છે જેમને;
નિશંક તે વાતાવરણ માંગલ્યથી સરભર બને.
જ્યાં આપશ્રી પગલાં કરો ત્યાં પ્રગટતો અમૃત-ઝરો...
વારાહીનાં શાંતિ પ્રભુ શ્રી સંઘની રક્ષા કરો. 1
સાંન્નિધ્ય જેનું પામતા સહુ જીવને શાંતિ થતી;
સાંન્નિધ્ય જેનું પામતા કદી આપદા ન આવતી.
સાંન્નિધ્ય દેજો આપનું ને દોષ સઘળા સંહરો;
વારાહીનાં શાંતિપ્રભુ શ્રી સંઘની રક્ષા કરો. 2
જ્યાં પરભવે પારેવડું આવ્યું હતું તારી કને;
ત્યારે તમે એને ઉગાર્યું અશ્રુભીના લોચને.
ઉત્સંગમાં લઈને મને એવી રીતે કરુણા કરો;
વારાહીનાં શાંતિપ્રભુ શ્રી સંઘની રક્ષા કરો. 3
આ વિશ્વમાં મહામારી કે હો યુદ્ધની સંભાવના;
ને આર્તનાદોથી ભરેલી વ્યાધિ કે વિડંબના,
મારા પ્રભુનું ન્હવણજળ આ જગતનું મંગલ કરો.
વારાહીનાં શાંતિપ્રભુ શ્રી સંઘની રક્ષા કરો. 4
હે નાથ સોનેરી તમારો દેહ કેવો ઝળહળે;
ને આપના ભીના નયનથી સર્વને શાતા મળે.
જેણે કરી છે પ્રાર્થના તે 'ઉદય' પામ્યા મુનિવરો
વારાહીનાં શાંતિપ્રભુ શ્રી સંઘની રક્ષા કરો 5
7 сен 2024