Тёмный

PAVAGADH : પ્રાચીન સમયના તોપ અને તોપ ચલાવવાના નાળચું મળી આવ્યા 

News Near You
Подписаться 161 тыс.
Просмотров 4,1 тыс.
50% 1

PAVAGADH 19-2-2022 SAT
વડોદરાથી થોડેક નજીક આવેલા શક્તિપીઠ પાવાગઢમાં ખોદકામ દરમિયાન પ્રાચીન સમયના તોપ અને તોપ ચલાવવાના નાળચું મળી આવ્યું છે. જેને કારણે પાવાગઢના ભુતકાળની ઝાંખી કરાવે તેવા દ્રશ્યો સ્થળ પર સર્જાયા છે. પ્રાચીન અવશેષો મળી આવતા હાલ ખોદકામ પર રોક લગાડવામાં આવી છે. અને પુરાતત્વ વિભાગને આ અંગે જાણ કરી દેવામાં આવી છે.શક્તિપીઠ પાવાગઢમાં બિરાજમાન માં મહાકાળીના દર્શને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા હોય છે. વિશેષ દિવસો પર તો અહિં માનવ મહેરામણ ઉભરાયું હોય તેવું જોઇ શકાય છે. તેવામાં યાત્રાળુઓની સુગમતા માટે માચી ખાતે મોટો ચોક બનાવવાનું આયોજન છે. અને તેને લઇને ખોદકામ શરૂ કરવામાં આવ્યું છે. ખોદકામ દરમિયાન આજે ત્યાંથી તોપગોળા અને લોખંડના નાળચાઓ મળી આવ્યા હતા. મોટી સંખ્યામાં તોપ ગોળા મળી આવતા સ્થાનિકોમાં ઉત્તેજના વ્યાપી ગઇ હતી. અને કામગીરી પર રોક લગાડવામાં આવ્યું છે. ખોદકામ દરમિયાન મળેલા પ્રાચીન અવશેષોને એક બાજુમાં મુકીને કામગીરી પર રોક લગાડી દેવામાં આવી છે.
સમગ્ર મામલે ગ્રામપંચાયતના સભ્ય ધવલ સેવકે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે, ચાંપાનેર-પાવાગઢ ગ્રામપંચાયત હેઠળ આવતી જૂની જિલ્લા પંચાયતની જમીનમાં ધર્મશાળા તોડી મોટો ચોક બનાવવાની કામગીરી ચાલી રહી છે. તે અંગે ખોદકામ દરમિયાન આજે તોપ અને તોપ ચલાવવા માટેની પાઇપો જેવું મળી આવ્યું છે. આ સામગ્રી રાજાશાહી સમયનું હોવાનો અંદાજ છે. પ્રાચીન અવશેષો મળી આવતા હાલ ખોદકામ બંધ કરી દેવામાં આવ્યું છે. અને આ અંગેની જાણ પુરાતત્વ વિભાગને કરી દેવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પ્રાચીન અવશેષો કેટલા જુના છે અને તેનો કેવી રીતે ઉપયોગ કરવામાં આવતો હતો તે તો પુરાતત્વ વિભાગ દ્વારાના અભ્યાસ બાદ જ ખબર પડશે. પરંતુ હાલ લોકોમાં આ અંગેની ઉત્સુકતા જોવા મળી રહી છે.
#News #khedanews #anandnews #gujaratnews #gujarati #newsnearyou #nny #Nadiadnews #Nadiad

Опубликовано:

 

11 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 4   
@atulvaghela1694
@atulvaghela1694 2 года назад
Jay maa kali 🙏
@rkcouplevlog4420
@rkcouplevlog4420 2 года назад
Jay mataji
@khadabhairaval4930
@khadabhairaval4930 2 года назад
Jay mahakale
@patelomshivsaktidilip4196
@patelomshivsaktidilip4196 2 года назад
Jay mataji
Далее