ઘેરે ચાલી આવ્યા બ્રહ્મમો’લવાસી રે,
જેને કહે છે અક્ષરાતીત અવિનાશી રે... ꠶ ૧
જુઓ જીવ મોહનિદ્રામાંથી જાગી રે,
વરી એને થાઓ અખંડ સોહાગી રે... ꠶ ૨
જોતાં વાટ આવી મારે જાન રે,
પોતે વર પુરુષોત્તમ ભગવાન રે... ꠶ ૩
શુક સનકાદિક ધરે જેનું ધ્યાન રે,
મારાં લોચન કરે તે મુખનું પાન રે... ꠶ ૪
એની સર્વે દેખી અલૌકિક રીત રે,
ચોંટ્યું મારું સુંદરવરમાં ચિત્ત રે... ꠶ ૫
હથેવાળો હરિ સંગાથે મેં કીધો રે,
ભૂમાનંદ કહે જન્મ સુફળ કરી લીધો રે... ꠶ ૬
22 сен 2024