Тёмный

કુંવરબા પાણી હાલ્યા હોજી રે,(કીર્તન નીચે લખેલુ છે) 

krishna bhajan
Подписаться 17 тыс.
Просмотров 155 тыс.
50% 1

નરસિંહ મહેતા ની દીકરી કુંવરબાઈ
નુગરાને પરણાવી હોજી રે
સોના ઈંઢોણી મારું રૂપાનું બેડું
કુંવરબા પાણી હાલ્યા હોજી રે
કુવાને કાંઠે ચાર સાધુડા ઉતર્યા
બેની અમને પાણી પાવ હોજી રે
ઘડો નો ડૂબે મારું સીસણ નો આંબે
કેમ કરી પાણી પાવ હો જી રે
શિર ફાડી સતીએ સીસણીયા મેળવ્યા
એમ કરી પાણી સીસા હો જી રે
લો રે સાધુડા પીવો રે પાણી
મીઠા મધુરા જળ પીવો હો જી રે
નુગરાનું પાણી બેની અમે નથી પીતા
કંઠી બાંધો તો પાણી પીએ હો જી રે
ચારે દશે ચાર પાટ ઢળાવ્યા
બેવડી કંઠી બાંધી હો જીરે
હેલુ ભરી કુવરબા ઘરે રે આવ્યા
નાના દેરીડે વધાવ્યા હોજી રે
વાહ રે કુવરબા ભક્તોની દીકરી
બેવડી કંઠી બાંધી હો જી રે
ઓસરીમાં જાય ત્યાં નણદીરે બોલ્યા
વેલુના પાણી ભાભી ફળિયામાં ઢોળો
ડગલું ડેલી બાર હો જી રે
ઓરડામાં જાય ત્યાં સાસુજી બોલ્યા
કંઠી તોડો તો હોવ ઘરમાં રે આવજો
જાપે ઝુંપડા વાળો હોજી રે
ઘરમાં નો આવું મારી કંઠી નો તોડો
જાપે ઝુંપડા વાળું હોજી રે
ખોળો વાળીને કુંવર વાડીએ આવ્યા
વીણી તાંજળીયાની ભાજી હોજી રે
કોરા માટલામાં ભાજી વઘારી
બની ગયા શેરા પૂરી હો જી રે
એમાં કરીને કુંવરે સંતો જમાડ્યા
ભક્તિ કરો તો તમે એવી રે કરજો
હરી આવે તારે દ્વાર હો જી રે
વાહ રે કુંવરબા ભક્તોની દીકરી
#kirtan
#satsang
#gujrati
#krishnabhajan
#bhajan
#gujratibhajan
#bhajankirtan
#kiratan
#સત્સંગ
#કીર્તન

Опубликовано:

 

11 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 24   
Далее
Hurricane Milton Extreme Surge Wind Slams Sarasota, FL
03:59
Kiran Prajapati - Dhun Mandli - Non Stop - DHUN
31:03