જય યોગેશ્વર, પાંડુરંગ દાદા એક મહાન જ્ઞાની સંતપુરુષ હતાં એમને જે ગીતા અને વેદ શાસ્ત્રો વિશે જે પ્રકાશ પાડ્યો છે એ કદાચ હવેના સમયમાં કોઈ ન કરી શકે, એમાં દાદા એ જો શેણી વિજાણંદ ના સુધ પ્રેમ વિશે વાત કરી હોય એની તો વાત જ ન થાય, પરંતુ આપણો ઉદેશ્ય ફક્ત એટલો છે કે જે લોકો નથી જાણતા કે વિજાણંદ ક્યાંનો હતો એ ગામને લોકો સમક્ષ લાવવું, ઈશ્વર કૃપાથી મેં મારી ૧૦ વર્ષની ઉંમરે પાંડુરંગ દાદાના ચરણ સ્પર્શ કરેલા, એ સમયે મને દાદા મહાન જ્ઞાની પુરુષ છે એની સમજણ નહોતી પરંતુ અમે સ્કુલે થી સુટીને બપોર પછી સુંદરવન અને ભાવનીર્જર જતા, ત્યારે ઘણી વખત દાદાના દર્શન કરેલા, અમે જ્યારે ભાવનીર્જર જતા ત્યારે મોટા ભાગે દાદા ફુલ છોડ અને ઝાડો ને પાણી પાતા હોતા
2005 મા હું જોબ અર્થે બગસરા રહેતો ત્યારે બગસરા થી પરબધામ દર્શને જતા વચ્ચે કોઈ રોડ ઉપરનું ગામ ધારી વટીને રોડના વળાંક ઉપર શેણબાઈ માતાજીનું મંદિર આવેલું ત્યારે મંદિરે દર્શન કરીને ત્યા પુછતા એ મંદિર શેણી (શેણબાઈ માતાજીનું) હતું અને ત્યાંથી થોડુંક અંદર શેણબાઈ માતાજીનું ગામ ગોરવીયાળી હતું. અમે બગસરા થી ઓળખીતા નું મોટરસાયકલ લઈને ગયા હતા, ત્યારે ચોમાસું હતું અને શેણબાઈ માતાજીના મંદિરે પબ્લિક પણ ઘણું હતું કદાચ માતાજીનો કોઈ ઉત્સવ હશે એવું લાગેલુ. આ વાતને આજે 2024 મા 19 વર્ષ થયાં
શેણીનું ગામ જુનાગઢ જીલ્લાના ભેંસાણ તાલુકાનું ગોરવીયાળી ગામ છે. ત્યાંથી શેણી પોતાના હાડ ગાળવા હેમાળે ગઈ હતી અને પાછળ વિજાણંદ પણ હેમાળે ગયો હતો. તો આ હેમાળો એટલે ક્યો ? આ હેમાળો ક્યાં આવેલો છે ? જો હેમાળો એટલે હિમાલય પર્વત હોય તો એ સમયમાં શેણી વિજાણંદનું ત્યાં પહોંચવું શક્ય નથી.