Тёмный

પોરબંદર માં ભારત કો જાનો અને રાષ્ટ્રીય સમુહગાન સ્પર્ધા યોજાઈ 

Porbandar Times
Подписаться 54 тыс.
Просмотров 563
50% 1

પોરબંદર માં ભારત વિકાસ પરિષદ દ્વારા ભારત કો જાણો પ્રશ્ન મંચ કાર્યક્રમ અને રાષ્ટ્રીય સમૂહ ગાન સ્પર્ધાનું આયોજન કરાયું હતું જેમાં મોટી સંખ્યા માં વિદ્યાર્થીઓ એ ભાગ લીધો હતો
ભારત વિકાસ પરિષદ પોરબંદર શાખા દ્વારા ભારત કો જાણો પ્રશ્ન મંચ કાર્યક્રમ અને રાષ્ટ્રીય સમૂહ ગાન સ્પર્ધા નું રત્નસાગર હોલ ખાતે આયોજન કરાયું હતું બપોરે ત્રણ વાગેથી ભારત કો જાનો કાર્યક્રમની શરૂઆત વંદે માતરમ સામુહિક ગાન સાથે કરવામાં આવી હતી મુખ્ય મહેમાન પ્રવિણાબેન આર પાંડાવદરા, કમલેશભાઈ ખોખરી અને ભારત વિકાસ પરિષદના પદાધિકારીઓ દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી આમંત્રિત મહેમાન નું સ્વાગત ચંદન તિલક અને સુતરમાલા પહેરાવી કરવામાં આવ્યું હતું શાખાના અધ્યક્ષ દ્વારા તમામ લોકોનું શાબ્દિક હાર્દિક સ્વાગત કર્યા બાદ મુખ્ય મહેમાન દ્વારા વિદ્યાર્થીઓને કોઈપણ સંજોગોમાં નાસીપાસ ન થવું અને સતત મહેનત સકારાત્મક ભાવ સાથે આગળ વધવું તે વાત કરી પ્રોત્સાહિત કર્યા હતા ત્યારબાદ પ્રશ્નમંચ નો કાર્યક્રમ આગળ વધારતા શહેર ની ૧૨ સ્કૂલમાંથી આવેલ વિદ્યાર્થીઓની લેખિત અને મૌખિક પરીક્ષાઓ કાર્યક્રમના સંયોજક હરદત પૂરી ગોસ્વામી અને નિખિલભાઇ કોડીયાતર દ્વારા દ્વારા લેવામાં આવી હતી એમાંથી પ્રાથમિક અને માધ્યમિક વિભાગની શાળાઓમાંથી એક એક ટીમને વિજેતાઓ જાહેર કરવામાં આવ્યા હતા પ્રાથમિક વિભાગમાંથી સેન્ટ મેરી સ્કૂલના કારિયા આકાશ હિરેનભાઈ,અને ગોકાણી અનેરી મેહુલભાઈ વિજેતા થયા હતા માધ્યમિક વિભાગમાંથી ચાવડા જીયા લાખાભાઈ, અને મોકરીયા શિવાંગી ભરતભાઈ કે.બી.જોશી કન્યા વિદ્યાલય વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા ભાગ લેનાર તમામ ટીમોને સંસ્થા દ્વારા સર્ટિફિકેટ આપી સન્માનિત કર્યા હતા તેમ જ વિજેતા ટીમને શીલ્ડ એનાયત કરવામાં આવ્યા હતા કાર્યક્રમનું સંચાલન પૂજાબેન રાજા દ્વારા કરવામાં આવ્યું હતું કાર્યક્રમના અંતે ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓ આમંત્રિત મહેમાનો તથા કાર્યક્રમ જોવા આવેલા સર્વે લોકોનું અભિવાદન શાખા ના સચિવ નિલેશભાઈ રૂઘાણી દ્વારા કરી અને કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો ત્યારબાદ સાંજે 6 કલાકે થી રાષ્ટ્રીય સમૂહ ગાન સ્પર્ધાનું આયોજન શરૂ કરવામાં આવ્યું હતું વંદે માતરમ થી શરૂ કરી દીપ પ્રાગટ્ય પ્રખ્યાત તબિબ સુરેશભાઈ ગાંધી તેમજ શાખાના પદાધિકારીઓ દ્વારા કરવામાં આવ્યું હતું, મુખ્ય મહેમાન ડોક્ટર ગાંધી સાહેબ દ્વારા બાળકોને ખૂબ આગળ વધો અને પ્રગતિ કરો એવા આશીર્વાદ આપ્યા હતા આ કાર્યક્રમમાં કુલ 10 શાળાઓએ ભાગ લીધેલ હતો ઈલેક્ટ્રીક ઉપકરણોનો ઉપયોગ કર્યા વગર સંગીતના સાધનો સાથે શાળાના બાળકોએ દેશભક્તિના ગીતો રજૂ કરી સૌ ને મંત્રમુગ્ધ કરી દીધા હતા સમગ્ર વાતાવરણ દેશભક્તિ ના માહોલથી છવાયું હતું ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ આપી પ્રોત્સાહિત કર્યા હતા તેમ જ વિજેતા બનેલ ટીમને શીલ્ડ એનાયત કર્યા હતા પ્રથમ નંબરે જવાહર નવોદય વિદ્યાલય અને બીજા નંબરે આર્ય કન્યા ગુરુકુળ ની ટીમ જાહેર કરવામાં આવી હતી. કાર્યક્રમના જજ તરીકે કમલભાઈ બારોટ, માવજીભાઈ બામણીયા તેમજ નંદનભાઈ એ સેવા આપી હતી બંને પકલ્પ કાર્યક્રમ ની ટીમો સૌરાષ્ટ્ર કચ્છ પ્રાંત લેવલે રમવા જઈ રહી છે તેઓને શાખાના પદાધિકારીઓ તેમજ સૌ કોઈએ શુભેચ્છાઓ પાઠવી હતી આ બંને કાર્યક્રમમાં ભારત વિકાસ પરિષદ પોરબંદર શાખા આધ્યક્ષ રણજીતભાઈ મોઢવાડિયા, સચિવ નિલેશભાઈ રૂઘાણી, ઉપપ્રમુખ પંકજભાઈ ચંદારાણા, સંગઠન મંત્રી નીતિનભાઈ કોડીયાતર, મહિલા સંયોજીકા મીનાક્ષીબેન ગજજર,ભારત કો જાનો સંયોજક હરદતપુરી ગોસ્વામી, રાષ્ટ્રીય સમૂહ ગાન સંયોજક ચંદ્રિકાબેન પરમાર, નિધીબેન શાહ, પૂજાબેન રાજા,તેમજ સૌ કાર્યકર્તાઓ એ જહેમત ઉઠાવી હતી.

Опубликовано:

 

10 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии    
Далее
نترس تو برق نبود😅😅
00:17
Просмотров 1,8 млн