ઓરા આવોને સુંદર શ્યામ, આંખલડીમાં રાખું રે;
કે’દી કઠણ વચન સુખધામ, કહી નવ દાખું રે...આંખ૦ ટેક.
એ સુખ સંપત્ત તમે શામળા, મારે જીવન પ્રાણઆધાર;
જનમ સંગાથી જાદવા મારા, નેણતણા શણગાર...આંખ૦ ૧
એ બેસો તો પાથરું પામરી રે, હિંડો તો મૂકું હાથ;
ક્ષણુએ ન મેલું વેગળા, મારા નવલ સનેહી નાથ...આંખ૦ ૨
એ અણદીઠે થાઉં આંધળી રે, દીઠે જોબનપૂર;
પ્રેમાનંદના પ્રાણથી હવે, રહી નવ શકું દૂર...આંખ૦ ૩
22 сен 2024