Тёмный

Kabir Sakhi : Bhargav Parekh 

Gujarati Sahitya Forum
Подписаться 1,8 тыс.
Просмотров 180
50% 1

મણકો # 209 તા-30-6-2024
ગુજરાતી સાહિત્ય ફોરમ આયોજીત વક્તવ્યના વક્તા હતા ભાર્ગવ પારેખ તેઓ કબીર પર P.H.D. કરી રહ્યા છે. તેમણે જે સંત કબીર પર ને તેમના સંદેશ પર સંશોધન કર્યું તેનો નિચોડ તેમના વક્તવ્ય દરમ્યાન શ્રોતાજનોને જાણવા મળ્યો.
કબીર સાહેબનો જન્મ સંવત 22 જૂન 1455 માં થયો એવું મનાય છે. વણકર દંપતિને તળાવમાંથી બાળક મળ્યું હતું. તે ઘટનાને 647 વર્ષ થયા , જે સંત કબીર તરીકે જાણીતા થયા. તેમના જન્મ સમયનો જમાનો અને આજના જમાનામાં આભ જમીનનો તફાવત છે પણ માનવીનો મૂળભૂત સ્વભાવ બદલાયો નથી,સુખ પામવાની ઇચ્છા ને દુ:ખનો અનુભવ કરવો. તેમના ઉપદેશના શબ્દો તેમના પદ દ્વારા જણાવે છે કે જે શાંતિનો અનુભવકરું છું તેનો તમે કેવી રીતે અનુભવી શકો. તેમાં કરુણાનો ભાવ છે. તેમણે ભક્તિને અંધશ્રદ્ધાના વાડામાં બાંધી નથી. સર્વ કોઇને હરિ કે ઇશ્વરને ભજવાનો અધિકાર છે, તે કબીર દ્રારા પ્રચલિત થયું છે. કબીરના ગુરુ રામાનંદ જે દક્ષિણમાં હતા તેમણે કબીરને સંતની ઓળખ આપી ને સંત પરંપરા ચાલુ થઇ. પછી મીરા, દાદુ દયાલ, દરિયા સાહેબ વિ . ભક્તિનો માર્ગ અપનાવ્યો. કબીર સાહેબે સંસારમાં રહીને નિર્ગુણ ભક્તિની સમજ આપી જે નિરાકાર છે. ભક્તિ ને જ્ઞાન અલગ નથી. તેમણે તેમનું વણકર તરીકેનું કામ જીવન પર્યંત ચાલુ રાખ્યું.
કબીર કોણ હતા તે કહેવું મુશ્કેલ છે. તેઓ પોતે પદ દ્વારા પોતાનો પરિચય આપે છે, હિન્દુ પણ નથી કે મુસ્લિમ પણ નથી.તેઓ પંચતત્વોનું બનેલું માત્ર શરીર છે. કબીર તેમના ઉપદેશ દ્વારા સંત, મહાત્મા, પીર, મસીહા, ભગત, તાંત્રિક, Gurumat, Revolutionary,Monist તરીકે લોકોના હ્રદયમાં સ્થાન પામ્યા, તેઓએ ઘણાં પદો ને સાખીની રચના કરી તેથી કવિ પણ કહેવાયા. કબીર પોતે અભણ હતા , કદી હાથમાં કલમ કે કાગળ પકડ્યા નથી પણ તેમણે રચેલ પદો ને સાખી તેમના શિષ્યે લહિયાનું કામ કરી આપણાં સુધી પહોંચાડ્યા. તેમના શબ્દોમાં જે જ્ઞાનનો ભંડાર છે તે જો સમજી જીવનમાં ઉતારીએ તો સંસારરુપી ભવસાગર તરી જવાય. તેમનાં પદો માટે કહેવાય છે કે પંડિતોના જ્ઞાનની પોથી ઉથલાવવાથી પણ તે જ્ઞાન મળતું નથી.
કબીર ઉપદેશ વિશે કહે છે, માત્ર સાંભળવાથી સમજાતું નથી , તેના માર્ગ પર ચાલવું પડે છે જીવનમાં અપનાવી , અનુભવથી સમજી શકાય છે. કેટલીકવાર ઊલટતપાસ થી સમજાય છે. રમણ મહર્ષિ કહે છે બીજા સાથે કેવી રીતે વ્યવહાર કરવો જોઇએ? તો એકત્વના અનુભવની વાત કબીર કરે છે. જેમ દરિયાનું મોંજુ દરિયામાં સમાય તો પછી કહેવાનું કંઇ રહેતું નથી. એકત્વની ભાવના જે કબીર અનુભવે છે તે વાત ઘણાં સંતે કહી છે. એક જ બ્રહ્મ , એક જીવ તે વલ્લભાચાર્યે પણ કરી શંકરાચાર્યે પણ કરી છે. એકત્વની વાત એટલે sense of oneness, sense of unity એ scientific રીતે પણ prove થયેલું છે.Dr. David Vago Neuroscientist કહે છે તેનો મનો ચેતના સાથે સંબંધ છે. આપણે જે પ્રમાણે activity કરીએ તે પ્રમાણે આપણી ઇન્દ્રિયો ટેવાય છે. ઇન્દ્રિયોની કાર્યશૈલી મન ગ્રહણ કરે છે. જેનું જોડાણ મગજ સાથેહોય છે. આપણી ભાવનાઓ પર , નકારાત્મક ને સકારાત્મક લાગણીઓ પર કાબુ મેળવી , મનની આંતરિક શક્તિ વધે છે , જેથી તમારા વિચાર પ્રમાણે જીવનની ઘટના બને છે. માનસિક રીતે
સજ્જ થતા શીખવાની વાત છે.
કબીર આજ ગહનતાની વાત કરે છે આપણી ભાવનાઓ પર કાબૂ મેળવી સંયમ કેળવવો જોઇએ. ભાર્ગવભાઇએ presentation દ્વારા ખૂબ જ સરળ ભાષામાં સમજાવ્યું. કબીરના સહજ યોગની વાત તેઓ યુવા વર્ગ સુધી પહોંચાડવા માંગે છે . આજે ઇર્ષા , દ્વેષને લીધે વિશ્વ માં યુધ્ધ થાય છે જો યુવાવર્ગ કબીરના ઉપદેશ ને અનુસરે તો વિશ્વમાં જરૂર શાંતિ સ્થપાય. તેના પ્રયાસ માટે ભાર્ગવભાઇએ સોશિયલ મિડીયામાં સંતોના શબ્દોના ઉપદેશ મૂક્યાછે . સાહિત્ય ફોરમનામંચ પર પણ presentation દ્વારા સમજાવવાનો તેમણેસુંદર પ્રયાસ કર્યો.
અંતે સહજ યોગ એટલે સહજ સમાધિ જે આનંદ આપે છે., કુદરતી રીતે જ આપોઆપ સ્વાભાવિકપણે ધ્યાનસ્થ થવું એ જ સંતવાણી , એ જ કબીરવાણી .
આપનો ખૂબ ખૂબ આભાર ભાર્ગવભાઇ
કોકિલા બહેન ને પરિવારના સભ્યોનો ખૂબ ખૂબ આભાર
-- સ્વાતિ દેસાઇ

Опубликовано:

 

8 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии    
Далее
Сделка 😂
00:27
Просмотров 171 тыс.
PUBG MOBILE | Metro Royale: Fun Moments #4
00:16
Просмотров 386 тыс.
Ashtavakra Gita by Osho 68
1:36:55
Просмотров 22 тыс.