Тёмный

Purnayoga of Shri Mataji and Shri Arvind - Sushma Shethna Part 3 

Gujarati Sahitya Forum
Подписаться 1,8 тыс.
Просмотров 85
50% 1

તા- 18-8-2024
ગુજરાતી સાહિત્ય ફોરમ દ્રારા આયોજીત વક્તવ્યના વક્તા હતા સુષમા શેઠના. તેમણે આગળના બે વાર્તાલાપ જે શ્રી માતાજી અને અરવિંદના જીવન પર હતા તેના અનુસંધાનમાં ત્રીજા ભાગમાં પૂર્ણયોગથી સમાપન કરતું વક્તવ્ય આપ્યું.
શ્રી અરવિંદ ને શ્રી માતાજી એ અવતારી મનુષ્ય તરીકે પૃથ્વી પર માનવજાતના કલ્યાણ માટે જન્મ લીધો હતો. તેમનો આધ્યાત્મિક માર્ગ ચીલાચાલુ નહોતો. તેમણે ત્રિવિધ લક્ષ પર ધ્યાન કેન્દ્રિત કરી પૂર્ણયોગને પામ્યા હતા.
આજથી સાડા ત્રણ અજબ પહેલાં એક કોષી જીવમાંથી ઉત્ક્રાંતિ થઇ 12000 વર્ષ પહેલાં મનુષ્ય અસ્તિત્વમાં આવ્યો. હજી પણ ઉત્ક્રાંતિની પ્રક્રિયા ચાલુ જ છે. ભારતમાં આધ્યાત્મિક વિકાસ એટલે આંતરિક શુદ્ધિ જે યોગ દ્રારા પ્રાપ્ત કરી શકાય છે. માનવીય ચેતનાનું જ્યારે ઉચ્ચત્તર ચેતના જોડે જોડાણ થાય એ યોગ છે , એ શાશ્વત છે. શ્રી અરવિંદ થોડી જુદી વાત કરે છે. પૂર્ણ યોગ એ ઇશ્વરને મેળવવાનો પંથ છે. જે જ્ઞાન ને શક્તિ પર આધારિત પંથ છે. જે ગતિશીલ છે. દિવ્ય જ્ઞાનના સિદ્ધાંતો વેદાંતમાં છે જે આધ્યામિક છે. શક્તિ કેવી રીતે વિકસાવવી તે આપણાં તંત્રશાસ્ત્રમાંછે.જ્ઞાન ને શક્તિ ને વિકસાવી પ્રકૃતિનો સ્વીકાર સહજ બનાવવી એ દિવ્ય જીવનની આરંભની પ્રક્રિયા છે. વેદ વેદાંતથી આપણાં ચક્રો જાગ્રત થાય છે, જે આરોહણ ના માર્ગમાં મદદરૂપ છે.
પૂર્ણ યોગના ત્રિવિધ લક્ષણોમાં સૌથી પહેલું લક્ષ એટલે અતિમનસ પર સંક્રમણ કરવાનું છે. તેમાં બુધ્ધ ધર્મમાં જે શાંતિની વાત છે તેનાથી પણ આગળ વધી દિવ્યતા વસે અને સંવાદિતા સધાય તેના આરોહણ કરવાની વાત છે. પ્રાચીન શાસ્ત્રમાં આત્મામાં પાંચ કોષ છે.સામાન્ય મનુષ્ય ત્રીજાકોષમાં જ રહી જીવન વ્યતીત કરે છે. બાકીના બે સુષુપ્ત દશામાં હોય છે. એ બે સુષુપ્ત કોષને જાગ્રત કરી અતિમનસ તરફ આરોહણ કરવાનું છે. એ ભુમિકાની સાથે અસ્તિત્વને સ્થાયી કરવાનું છે.
બીજું ધ્યેય - અતિમનસ નું અવતરણ એટલે એક જાતની દિવ્ય ચેતનાનું અવતરણ. દરેક મનુષ્ય સામાન્ય અજ્ઞાનના અંધકારમાંથી બહાર નીકળી જ્ઞાનરૂપી પ્રકાશ પામી શકે ત્યારે તેને પણ પ્રભુનો સાક્ષાત્કાર થાય.
ત્રીજું ધ્યેય એટલે ઇશ્વરનું પ્રગટીકરણ કરવું. જ્યારે અતિમનસનું અવતરણ થાય ત્યારે ત્રીજો
આવિર્ભાવ થવાનો જ છે.આ લક્ષ્ય છે. આપણાં શરીર - પ્રાણમાં પ્રગટીકરણ કરવાનું છે. આ એૈક્ય છે,
જે શાશ્વત છે.
ઇશ્વરનો પુકાર કરવો, પ્રતીક્ષા કરવી ને આહ્વાન કરવું જેથી આપણામાં ઇશ્વર પ્રગટ થાય. પ્રામાણિકપણે, સત્ય ને નિષ્ઠા પુકારમાં હોય તો ઇશ્વર પ્રાપ્તિ થાય છે. અરવિંદના સાવિત્રી પુસ્તકમાં પ્રકૃતિમાં જ ઇશ્વર છે તે જણાવ્યું છે. શરુઆતમાં જે સાધનાની શરુઆત કરો તે વિશુદ્ધ મનથી થયેલી હોવી જોઇએ. શાંતિની સ્થાપના ને વિશુધ્ધિકરણની પ્રક્રિયાથી વિશાળતા અનુભવાય તેને પ્રત્યેક કોષમાં સમાવવાની છે.
અતિમનસ પ્રક્રિયાના અંગ એટલે શાંતિ, સમતા. ને શરણ . સમતા કેળવ્યા પછી દિવ્યતા તરફ ગતિ થાય ને એ જયારે સ્થાપિત થાય ત્યારે આનંદની અનુભૂતિ થાય. દરેક યોગમાં શરણાગતિની વાત છે. સંપૂર્ણપણે શરણાગતિ સ્વીકારવાથી જે શક્તિનું અવતરણ થાય તે પૂર્ણયોગ.જે શ્રી અરવિંદ પામી શક્યા હતા.તપસ્યાનો ખૂબ જ અઘરા માર્ગે તેમની સાધના રહી હતી.
શ્રી માં ના ત્રણ સ્વરૂપ - સર્વ વ્યાપક જે શાશ્વત છે . વિશ્વરૂપ જે મહાશક્તિ છે ને વિશ્વના જુદા જુદા ભાગોમાં પોતાની શક્તિનું સંચારણ કરે છે. ત્રીજા માનવીય રુપમાં વિશ્વશાંતિનો સંદેશ આપી શ્રી અરવિંદના અતિમનસ અવતરણમાં સાથ આપી તેમણે સેવેલ સ્વપ્નને પૂર્ણ કરવા જીવનની અંતિમ ક્ષણ સુધી કાર્યરત રહ્યા.
આત્માનો સાક્ષાત્કાર એ પૂર્ણ યોગ નથી. તંત્ર ને વેદાંતના સિધ્દાતો પર તેને વિકસાવી શકાય છે. બંને પૃથ્વી પર અતિમનસના અવતરણ માટે પ્રયત્નશીલ હતા. તેઓ પુર્ણ યોગ પામી શક્યા પણ ને સામાન્ય માનવી માટે તે પામવાના કઠિન માર્ગ નું માર્ગદર્શન પુરું પાડ્યું.
સાવિત્રીમાં લખાયેલ પંક્તિથી તેમણે વક્તવ્યનું સમાપન કર્યું .
આપનો ખૂબ ખૂબ આભાર સુષમાબહેન
કોકિલા બહેનને તેમના પરિવારના સભ્યોનો ખૂબ ખૂબ આભાર .
---સ્વાતિ દેસાઇ

Опубликовано:

 

8 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии    
Далее
Mother Tongue Pride : Prof  Dr  Suman Shah
1:06:34
I Did This With Coffee! 🤯☕️ #shorts
00:22
Просмотров 849 тыс.
Jnana Yoga: The Path of Knowledge | Swami Sarvapriyananda
1:58:19
Kabir Sakhi : Bhargav Parekh
1:08:22
Просмотров 180