અમેરિકાના વિઝા મળી જાય ત્યારે કેટલાક લોકોને જાણે મોટી જંગ જીતી લીધો હોય તેવી લાગણી થાય છે. આમ પણ અમેરિકાના વિઝા સરળતાથી નથી મળતા, વિઝિટર વિઝાની જ વાત કરીએ તો ઈન્ડિયામાં હાલ તેની એપોઈન્ટમેન્ટ માટે પણ એકાદ વર્ષ રાહ જોવી પડે છે. તેવામાં જો એકવાર વિઝા રિજેક્ટ થઈ જાય તો ફરી વિઝા ફી તો ભરવી પડે છે, પરંતુ સાથે લાંબો સમય ફરી રાહ જોવાનો પણ વારો આવે છે. અમેરિકા કોઈપણ વ્યક્તિને વિઝા આપતા પહેલા તેની એકેએક બાબતોની ચકાસણી કરે છે, ડોક્યુમેન્ટ્સ ઉપરાંત વ્યક્તિ અમેરિકા જવા કેમ માગે છે, ત્યાંથી તે પાછો આવશે કે નહીં તે વાતની પૂરી ખાતરી ના થાય ત્યાં સુધી ઈમિગ્રેશન ઓફિસર વિઝા અપ્રુવ નથી કરતા. ટુરિસ્ટ વિઝાની જ વાત કરીએ તો તે મેળવવા માટે 15થી લઈને 80 વર્ષના વ્યક્તિએ તેના માટે ઈન્ટર્વ્યુ પણ આપવો પડે છે, અને વિઝા મળશે કે નહીં તેનો મોટો આધાર આ ઈન્ટર્વ્યુ પર જ હોય છે.
28 окт 2024